Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ આજ રોજ ભાજપ સરકારના નવા મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શપથગ્રહણ સમારોહ યોજાશે. ભવ્ય જીત બાદ શપથગ્રહણ સમારોહ પણ ભવ્યાતિભવ્ય રીતે યોજાશે. શપથગ્રહણ સમારોહને લઈને તમામ તૈયારીઓ કરી લવામાં આવી છે. શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના અનેક કેન્દ્રીય મંત્રીઓ અને મહેમાનો ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી તરીકે તો ભૂપેન્દ્ર પટેલ જ શપથ લેશે. પરંતુ મંત્રીઓ કોણ હશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અમે તમને નવા મંત્રીઓના નામની યાદી જણાવીશું. રાતથી જ જે ધારાસભ્યો મંત્રી તરીકે આજે શપથ લેવાના છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે.
ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યના 20થી વધુ ધારાસભ્યો મંત્રીપદના શપથ લેશે. ત્યારે શપથ વિધિ પહેલા મોડી રાત્રે ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન કરાયા છે.
આ ધારાસભ્યોને આવ્યા ફોન
ઋષિકેશ પટેલ (વિસનગર)
કનુભાઈ દેસાઈ (પારડી)
મુળુભાઈ બેરા (ખંભાળિયા)
બળવંત સિંહ રાજપૂત (સિદ્ધપુર)
કુંવરજી બાવળિયા (જસદણ)
જગદીશ પંચાલ (નિકોલ)
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
પરસોતમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)
ભાનુબેન બાબરીયા (રાજકોટ ગ્રામ્ય)
બચુ ખાબડ (દેવગઢ બારિયા)
કુબેર ડીંડોર (સંતરામપુર)
મૂકેશ પટેલ (ઓલપાડ)
ભીખુસિંહ પરમાર (મોડાસા)
હર્ષ સંઘવી (મજુરા)
પ્રફુલ પાનસેરિયા (કામરેજ)
કુંવરજી હળપતિ (માંડવી)
તો વિધાનસભા અધ્યક્ષ તરીકે ત્રણ નામ ચર્ચામાં છે. શંકર ચૌધરી, રમણ વોરા અને ગણપત વસાવાનું નામ હાલ ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ચર્ચાઈ રહ્યાં છે.
શપથવિધિ સમારંભને ભવ્ય બનાવવા માટે 10 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સમારંભ માટે ખાસ ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલા સ્ટેજ પર મુખ્યમંત્રી અને શપથ લેનારા મંત્રીઓ સ્થાન ગ્રહણ કરશે. તો બીજા સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ હાજર રહેશે. જ્યારે ત્રીજા સ્ટેજ પર સાધુ-સંતોને સ્થાન આપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
