Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પરણિતએ પોતાના સાસરિયા પક્ષવાળાને ચામા ઉંઘની ગોળી આપી બેહોશ કરી દીધા. ત્યારબાદ મહિલા ઘરમાંથી ઘરેણાં અને રોકડ રકમ લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. ઘટનાના ચાર દિવસ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધા છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ 13 નવેમ્બરે મહિલાના પતિએ પોતાની પત્ની શોભા અને તેના પ્રેમી અહસાન ઉર્ફે પંગા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે, પોલીસે આરોપી પત્નીએ તેના પતિ, સાસુ અને સસરાને ચામાં ઉંઘની ગોળી નાખીને પીવડાવી દીધી હતી.
જ્યારે ઘરના સભ્યો બેભાન થઈ ગયા તો ઘરમાંથી સાડા ચાર લાખ રૂપિયાના ઘરેણાં અને 50 હજાર રૂપિયા રોકડા લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સાથે જ ગણતરીની કલાકોમાં બંનેને ઝડપી લીધા હતા.
પરણિતાએ પોલીસ સમક્ષ કબુલ્યું કે, તે જ્યારે કુંવારી હતી ત્યારે ઈન્ટાગ્રામ પરથી અહેસાન સાથે મિત્રતા થઈ હતી. અહેસાન પૂર્વી પટ્ટીમાં રહે છે. બંને વચ્ચે વાતચીત વધ્યા બાદ પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન 5 મે 2021એ તેના લગ્ન થઈ ગયા. જો કે તે તેના પ્રેમીને ભૂલી શકી ન હતી. જેથી બંનેએ ફરાર થવાનો નિર્ણય કર્યો હતો.
સમગ્ર કેસમાં પોલીસે મહિલા અને તેના પ્રેમીને ઝડપી લીધા છે. સાથે જ તેમની પાસેથી 42 હજાર 450 રૂપિયા જપ્ત કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત