Homeગુર્જર નગરીસુરતમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કૂટણખાનું, 6 વિદેશી યુવતીને છોડાવાઈ, સ્પાની...

સુરતમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કૂટણખાનું, 6 વિદેશી યુવતીને છોડાવાઈ, સ્પાની માલિક જ્યોતિ ફરાર

Team Chabuk-Gujarat Desk:  સુરતમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે અને અહીંથી છ વિદેશી યુવતીઓને છોડાવવામાં આવી છે. બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ નામના કોમ્પ્લેક્સમાં પાંચમાં માળે ચાલતા સ્પામં દરોડા પાડ્યા હતા. જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને અહીંથી આપત્તીજનક વસ્તુઓ મળતા તેમજ વર્ક પરમિટ વગર સ્પા ચાલતું હોવાની જાણકરી મળતાં સંચાલકની ધરપકડ કરી છે સાથે જ 6 જેટલી થાઈલેન્ડની યુવતીઓને પણ સંચાલકોના સકંજામાંથી મુક્ત કરાવી છે.

સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે, પીપલોદ કારગીલ ચોક પાસે વિમલહબ નામના કોમ્પ્લેક્સમાં સાઈન મસાજ પાર્લરની આડમાં કૂટળખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતુ અને સ્પામાં નકલી ગ્રાહકને મોકલ્યો હતો.જેના ધારે પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસ આવતા જ મસાજ પાર્લરમાં નાસભાગ મચી ગઈ હતી. એટલું જ નહીં પોલીસે તપાસ કરતાં બાતમી સાચી હોવાનું સામે આવ્યું હતું. સ્પામાંથી પોલીસે એક  ગ્રાહકને પણ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,  યોગેશ રાણા ડાંગર નામનો સંચાલક આ કૂટણખાનું ચલાવતો હતો. સ્પામાં કુલ ચાર જેટલી કેબીનો મળી છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, સ્પા સંચાલકો ગ્રાહકો પાસેથી 3 હજાર રૂપિયા લેતા હતા જેના બદલામાં યુવતીઓને 1 હજાર રૂપિયા આપતા હતા. પોતાના આર્થિક ફાયદા માટે સંચાલકો વિદેશી યુવતી પાસે આ કામ કરાવતા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી 4 મોબાઈલ, 13 હજાર રોકડા રૂપિયા, પેટીએમ મશીન સહિત કુલ 71 હજાર રૂપિયાનો મુદ્દામાલ કપજે કર્યો છે. આ ઉપરાંત સ્પાની માલિક જ્યોતિ સુંદરલાલ દાસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દુકાનના માલિક અંગે તપાસ કરી રહી છે. સાથે જ એ પણ તપાસ કરી રહી છે ક, આ કૂટણખાનું અહીં કેટલા સમયથી ચાલતું હતું અને આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે ?  પોલીસની વધુ તપાસમાં આ અંગે વધુ ખુલાસા થઈ શકે છે

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ સુરતમાંથી સ્પાની આડમાં અનેક કૂટણખાના ઝડપાઈ ચુક્યા છે. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ લાલઆંખ પણ કરી છે. જો કે, આરોપીઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ફરીથી એ જ ગોરખધંધો શરૂ કરી દે છે. પોલીસે આવા ગેરકાયદે ધંધાઓ પર લગામ લગાવવા માટે વધુ કડક બનવાની જરૂર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments