Homeદે ઘુમા કેન્યૂઝિલેન્ડના મેચ રમ્યા વગર પાક.માંથી પરત ફરવાના નિર્ણય પર આ ક્રિકેટરે કહ્યું,...

ન્યૂઝિલેન્ડના મેચ રમ્યા વગર પાક.માંથી પરત ફરવાના નિર્ણય પર આ ક્રિકેટરે કહ્યું, “ન્યૂઝિલેન્ડે પાકિસ્તાન ક્રિકેટને મારી નાખ્યું !”

Team Chabuk- Sports Desk: રમત જગતમાં ફરી એકવાર પાકિસ્તાનની ઈજ્જતના ધજાગરા ઉડ્યા છે. સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવીને ન્યૂઝિલેન્ડની ટીમે સિરીઝ પડતી મુકીને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં આજે મેચ શરૂ થવાની થોડી મિનિટ પહેલાં જ ન્યૂઝિલેન્ડે આ મોટો નિર્મય લીધો હતો. પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રાવલપિંડીમાં 3 એક દિવસીય અને લાહોરમાં 5 ટી-20 મેચ રમાવાની હતી. જો કે, હવે ન્યૂઝિલેન્ડ ખેલાડીઓને પાકિસ્તાનમાંથી બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે.

મેચ પહેલાં ન્યૂઝિલેન્ડની ટીમને સુરક્ષા સંદર્ભે ઈન્ટેલિજન્સ એલર્ટ મળ્યા હતા જેના કારણે ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનનો પ્રવાસ ટૂંકાવવાની જાહેરાત કરી હતી. મેચ આજે બપોરે 3 વાગ્યે શરૂ થવાની હતી અને 2:30 કલાકે ટોસ ઉછાળવાનો હતો જોકે, ન્યૂઝિલેન્ડની ટીમ હોટલમાંથી બહાર જ નહતી આવી.

ન્યૂઝિલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વ્હાઈટે કહ્યું હતું કે જે સલાહ મળી રહી હતી તેને જોતા પ્રવાસને યથાવત રાખવો સંભવ ન હતો. તેમણે આગળ કહ્યું કે, હું સમજુ છુ કે પીસીબી માટે આ ઝટકો હશે, જે શાનદાર મેજબાન રહ્યું છે પરંતુ ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી છે અને અમારું માનવું છે કે આ એક માત્ર જવાબદાર વિકલ્પ છે.

બીજી તરફ ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડના આ નિર્ણયને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે એક તરફી નિર્ણય ગણાવ્યો છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહેવાયું છે કે, ન્યૂઝિલેન્ડે સિરીઝ રદ કરવાનો એક તરફી નિર્ણય લીધો છે. પાકિસ્તાની બોર્ડે કહ્યું છે કે,  પીસીબી અને પાકિસ્તાન સરકાર તમામ મહેમાન ટીમની સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરે છે. ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડને પણ તેનું આશ્વાસન અપાયું હતું. પીસીબીએ કહ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન સાથે વાત કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું કે અમારી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ ગુપ્ત પ્રણાલી છે અને અમે મહેમાન ટીમ માટે સુરક્ષા મુદ્દે કોઈ પણ પ્રકારનું જોખમ નથી.

ન્યૂઝિલેન્ડની ટીમ લાંબા સમય બાદ પાકિસ્તાનના પ્રવાસે આવી હતી. ન્યૂઝિલેન્ડની ટીમ છેલ્લે 2003-04માં પાકિસ્તાનમાં આવી હતી. એટલે કે 18 વર્ષ બાદ ન્યૂઝિલેન્ડની ટીમે ફરી પાકિસ્તાનમાં પગ મુક્યો હતો. 2003-04માં  ન્યૂઝિલેન્ડ-પાકિસ્તન વચ્ચે 5 મેચની સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં ન્યૂઝિલેન્ડે પાકિસ્તાનને 5-0થી મ્હાત આપી હતી.

બીજી તરફ સિરીઝને પડતી મુકાતા પાકિસ્તાની ક્રિકેટરો ગુસ્સે ભરાયા છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટ્વીટ દ્વારા રોષ ઠાલવ્યો છે. શોએબે ટ્વીટ સંદેશમા કહ્યું છે કે, ન્યૂઝિલેન્ડે પાકિસ્તાન ક્રિકેટને મારી નાખ્યું !  એટલું જ નહીં તેણે અન્ય એક ટ્વીટમાં કહ્યું છે કે,  ક્રાઈસ્ટચર્ચ હુમલામાં નવ પાકિસ્તાની મર્યા હતા તે સમયે પાકિસ્તાન ન્યૂઝિલેન્ડ સાથે મજબૂતીથી ઉભુ રહ્યું હતું. કોરોનાકાળમાં પણ પાકિસ્તાને ન્યૂઝિલેન્ડનો પ્રવાસ કર્યો.

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ પણ ન્યૂઝિલેન્ડના નિર્ણયને નિરાશાજક ગણાવ્યો હતો. તેણે કહ્યું કે, મને મારા ખેલાડીઓ અઅને સમર્થકો પ્રત્યે દુખ છે. એક સુરક્ષા અલર્ટ પર એક તરફી નિર્ણય લઈને  પ્રવાસને રદ કરવો બહું નિરાશાજનક છે. ખાસ કરીને ત્યારે તેને જાહેર ન કરવામાં આવે. ન્યૂઝિલેન્ડ કઈ દુનિયામાં રહી રહ્યું છે ? ICCમાં ન્યૂઝિલેન્ડ અમરું સાંભળશે.

ન્યીઝિલેન્ડને પ્રાવસ રદ કરતાં હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પણ મોટો નિર્ણ લઈ શકે છે. આગામી સમયમાં ઈંગ્લેન્ડ પણ પાકિસ્તાના પ્રવાસે જવાનું છે. જો કે, તે પહેલાં જ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વો તરફથી ઈંગ્લેન્ડનો પાકિસ્તાન પ્રવાસ રદ થાય તેવા સંકેતો મળી ગયા છે.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનએ કહ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ માટે આ શરમની વાત છે. મેચની છેલ્લી ઘડીએ પ્રવાસ રદ કરવો હકીકતમાં રમતને આર્થિક રીતે બહું નુકસાન પહોંચાડશે. આશા છે કે, પાકિસ્તાનમાં ફરી ક્રિકેટની અનુમતી આપતા પહેલાં સુરક્ષાના મુદ્દાને હલ કરવામાં આવશે.

પાકિસ્તાનનું નામ સુરક્ષાની દ્રષ્ટીએ પહેલાંથી જ ખરાબ રહ્યું છે. પાકિસ્તાની આતંકીઓના ડરથી પાકિસ્તાન સ્પોર્ટ્સ ક્યારેય આગળ આવ્યું નથી. 2009માં પણ પાકિસ્તાન પર ભરોસો કરીને શ્રીલંકાઈ ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી પરંતુ ત્યારે પણ આતંકીઓએ શ્રીલંકન ટીમને નિશાન બનાવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ કેટલાક ક્રિકેટરો ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ અન્ય દેશની ક્રિકેટ ટીમ પણ પાકિસ્તાનમાં રમવા જવું કે કેમ તે અંગે વિચારતી થઈ ગઈ હતી. હવે ફરી ન્યૂઝિલેન્ડના આ નિર્ણયથી વિશ્વના ક્રિકેટ બોર્ડને વિચારતા કરી દીધા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments