Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના નોયડામાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્નીએ ઠંડા કલેજે પતિને મોતને ઘાટ ઉતારી દીધો. પહેલાં પત્નીએ ચુંદડીથી ગળુ દબાવ્યું બાદમાં લોઢાના પલંગ પર માથું ભટકાવી હત્યા કરી નાખી. હત્યાને અંજામ આપ્યા બાદ તે ફરાર થઈ ગઈ. જો કે, આખરે આરોપી પત્નીને પોલીસે ઝડપી લીધી છે.
મળતી માહિતી મુજબ, આ મામલો સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આરોપી મહિલા મૂળ બરેલીની રહેવાસી છે અને હાલ પતિ સાથે સૂરજપુર રહેતી હતી. દાવો છે કે, મહિલાનો આગરામાં રહેતા એક યુવક સાથે અનૈતિક સંબંધો હતા. આ વાતની જાણ તેના પતિને થઈ ગઈ હતી અને તેનો પતિ દારૂના નશામાં તેની સાથે રોજ મારપીટ કરતો હતો.
10 ઓગસ્ટે પણ પતિ દારૂના નશામાં ઘરે પરત આવ્યો હતો અને પત્ની સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન મહિલા પણ ગુસ્સામાં આવી ગઈ હતી અને પતિનું દુપટ્ટા વડે ગળુ દબાવી દીધુ હતું. ત્યારબાદ પતિને લોખંડના પલંગ સાથે અથડાવ્યો હતો જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
હાલ સમગ્ર મુદ્દે પોલીસે પત્નીની ધરપકડ કરી લીધી છે. સાથે જ હત્યામાં જે દુપટ્ટાનો ઉપયોગ કર્યો હતો તે પણ જપ્ત કર્યો છે. હાલ આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત