Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં થોડા દિવસ પૂર્વે બનેલી ચકચાર ઘટના બની હતી ત્યારે આ ઘટનાની પીડિત બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીએ રક્ષાબંધનના દિવસે જ અંતિમ શ્વાસ લેતાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 8 દિવસથી બાળકીની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ બાળકીને તેના જ માતા-પિતાએ જમીનમાં દાટી દીધી હતી.
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, થોડા દિવસ પહેલાં હિંમતનગરના ગાંભોઈમાં હિતેન્દ્રસિંહ નામના ખેડૂતના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલન ચલન જોવા મળ્યું હતું. ત્યારબાદ તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેતરમાં ખાડો ખોદતા જમીનમાંથી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. આ ઘટનાની જાણ થતાં ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ખેતરમાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. હોસ્પિટલમાં નવજાત બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ બાળકીના બચાવ કાર્યમાં 108ના ડ્રાઈવરના અર્થાંગ પ્રયાસો કરી બાળકીનો જીવ બચાવ્યો હતો. પોલીસે બાળકીના માતા મંજુ બજાણીયા અને પિતા શૈલેષ બજાણીયાની ભિલોડાના નંદાસણ ગામેથી ધરપકડ કરી લેવામાં આવી હતી.
છેલ્લા કેટલાક દિવસથી બાળકીની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. બાળકીનો જન્મ અધુરા માસે એટલે કે સાતમાં મહિને થયો હતો અને તેનું વજન પણ માત્ર 1 કિલો જ હતું. તેની ગર્ભનાળ જોડાયેલી હતી. તે લગભગ ત્રણ કલાક સુધી જમીનમાં દટાયેલી રહી હતી. સારવાર શરૂ કર્યા બાદ તેની તબિયત બગડી હતી. પરંતુ ત્યારબાદ નવજાત બાળકીની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ તે વેન્ટીલેટર પર હતી. અને ચેપનું પ્રમાણ અને કમળાની અસર પણ ઓછી થઈ હતી. જોકે આજે રક્ષાબંધનના દિવસે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા