Team Chabuk-Sports Desk: પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની એક હરકત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. છેલ્લા બે દાયકાથી તેણે ફૂટબોલ પર પોતાનું આધિપત્ય જમાવીને રાખ્યું છે. રોનાલ્ડો ફરી મેદાન પર છે. 2016ના યૂરો કપ ટાઈટલને ડિફેન્ડ કરવા માટે. ગઈકાલથી જ તેની ટીમે ડિફેન્ડીંગની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે. ગઈકાલે હંગેરીની ટીમને પોર્ટુગલે 3-0થી ધૂળ ચાટતી કરી દીધી હતી. જોકે આ મેચ આ સિવાય પણ રોનાલ્ડોની એક હરકતના કારણે કોકાકોલા કંપની કોઈ દિવસ નહીં ભૂલે. 15 જૂનની રાત્રે પોર્ટુગલની ટીમને હંગેરીની સામે રમવાનું હતું. આ પહેલા પ્રેસવાર્તા યોજાઈ હતી.
પોતાની ટીમના પ્રથમ મેચના આરંભ પહેલા રોનાલ્ડો કોચ ફર્નાન્ડો સાંતોસની સાથે પ્રેસની સામે આવ્યો હતો. ખુરશી ફેરવતા તેની નજર સામેના ટેબલ પર પડી હતી. જ્યાં કોકાકોલાની બે બોટલ પડી હતી.
એ બંને બોટલને આ સ્ટાર ખેલાડીએ ઉઠાવી લીધી અને બાજુમાં નાખી દીધી. એ પછી સામે પડેલી પાણીની બોટલને ઉઠાવી અને સામે રાખી દીધી. લોકોની સમક્ષ આ બંને બોટલને રાખતા રોનાલ્ડોએ એક અપીલ પણ કરી કે પાણી પીતા જાવ. નીચે તેનો વીડિયો પણ આપવામાં આવ્યો છે.
Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂
— FutbolBible (@FutbolBible) June 14, 2021
He moved them and said “Drink water” 😆pic.twitter.com/U1aJg9PcXq
કોકાકોલા યૂરો 2020ની સ્પોન્સર પણ છે. એવામાં રોનાલ્ડો દ્વારા કરવામાં આવેલી આ હરકત શક્ય છે તેની ઉપર ભારી પણ પડી શકે છે. UEFA દ્વારા હાલ તો કઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી પણ રોનાલ્ડોએ જે કર્યું છે તે ત્યાં ભલે વિવાદ ખડો કરે પણ આપણા સ્વાસ્થ્ય માટે એ બોટલ હાનિકારક જ છે.
રોનાલ્ડો દ્વારા જે પાણી પીવાની જ અપીલ કરવામાં આવી છે તેને દરેક સુજ્ઞ જને માનવી રહી. રોનાલ્ડોના પિતાનું અવસાન વધારે પડતા દારૂના સેવનનાં કારણે થયું હતું, જેથી રોનાલ્ડો કોઈ દિવસ દારૂને હાથ અડાવતો નથી. આમ પણ એક ખેલાડીનું દારૂથી દૂર રહેવું જ યોગ્ય છે. એવામાં કોકાકોલા પીવાની અન્યોને ના પાડવી એ તેના દ્વારા આપવામાં આવેલ બેસ્ટ સલાહ છે. જો માનીએ તો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત