Team Chabuk-Sports Desk: આજથી IPL 2023નો શુભારંભ થશે. સાંજે 7:30 કલાકે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે આઇપીએલ 2023ની પ્રથમ મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે ટક્કર થશે. મેચ પહેલાં બંને ટીમોના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. જો કે, પ્રથમ મેચ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી તમામ ખેલાડીઓ પોતાની ટીમ સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીની ફિટનેસ બાબતે ખરાબ સમાચાર આવ્યા હતા. છે. તેના ઘૂંટણના ભાગે ઈજા થઈ હોવાના અહેવાલ છે. પ્રેક્ટિસ દરમિયાન ધોની ઇજાગ્રસ્ત થયો છે. જેથી હાલમાં તે સારવાર લઇ રહ્યો છે.
ઘૂંટણના દુખાવાના કારણે તે પ્રેક્ટીસ સેશનથી પણ દૂર રહ્યો હતો. પ્રેક્ટિસ સેશન દરમિયાન તે બહાર રહ્યો હતો. હવે આજની મેચમાં રમશે કે નહીં તે પણ ફેન્સ માટે એક પ્રશ્ન છે.
એક અહેવાલ મુજબ મહેન્દ્રસિંહ ધોની ઇજાને કારણે પ્રેક્ટીશ સેશનમાંથી બહાર થયો હતો પરંતુ તે પ્રથમ મેચમાં રમતો જોવા મળશે. હાલમાં રમવા માટે સ્વસ્થ છે પરંતુ તે ફિટનેસ સાથે કોઇ રિસ્ક લેવા ઇચ્છતો નથી. જેથી પ્રેક્ટિસ દરમિયાન તે આરામ કરતો જોવા મળ્યો હતો. આજે ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ જીતના લક્ષ્ય સાથે મેદાન ઉતરશે.
અત્યાર સુધી જે સ્થિતિ છે તેના પરથી લાગી રહ્યું છે કે, ધોની મેદાને ઉતરશે. અને જો ધોની આ મેચમાં નહીં રમે તો બેન સ્ટોક્સને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. મેચના થોડા કલાકો પહેલા ટીમ આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
