Homeતાપણુંઅમદાવાદ શહેરમાં 'મોદી હટાવો, દેશ બચાવો' લખેલા પોસ્ટર લગાવનાર સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદ શહેરમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ લખેલા પોસ્ટર લગાવનાર સામે ફરિયાદ નોંધાઈ

Team Chabuk-Political Desk: અમદાવાદ શહેરમાં કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટરમાં મોદી હટાવો, દેશ બચાવોનું લખાણ લખવામાં આવ્યું હતું. આ પ્રકારના પોસ્ટર અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને પોસ્ટર લગાવનાર સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે 8 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં ગઈકાલે ગુરુવારે ઈસનપુર, વટવા, મણીનગર, નારોલ, વાડજ તથા એરપોર્ટ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ 8 જેટલા વ્યક્તિ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ફરિયાદો નોંધી છે અને વાંધાજનક પોસ્ટરો લગાડીને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાનું અપરાધિક કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લાગેલા પોસ્ટરોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, અમદાવાદમાં ઠેર-ઠેર લાગ્યા “મોદી હટાવો, “દેશ બચાવો”ના બેનરો. આ જ લખાણ સામે ભાજપના ઇશારે દિલ્હીમાં 100થી વધુ FIR નોંધવામાં આવી હતી. અમદાવાદમાં લાગેલા પોસ્ટરોએ સાબિત કર્યું કે જનતા તાનાશાહી સામે ઝૂકશે નહીં. સાથે જ AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ તસવીરો પોસ્ટ કરી હતી.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પોસ્ટ કરેલી તસવીરોમાં અમદાવાદ શહેર ઉપરાંત મહેસાણા, ડીસામાં પણ આ પ્રકારના પોસ્ટરો લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, મોદી હટાવો, દેશ બચાવો સૂત્ર લખેલા પોસ્ટર લગાવવાના મામલે આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, અમદાવાદ શહેર પ્રમુખ બીપિન પટેલ સહિતના આપના નેતાઓની અટકાયત કરી ફરિયાદ નોંધવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments