Team Chabuk-Gujarat Desk: પોલીસ દ્વારા અવાર નવાર નાગરિકોને સૂચિત કર્યા હોવા છતાં જનતા ઓનલાઈન ફ્રોડનો શિકાર બની જતી હોય છે. આ વખતે આ ઘટના પોરબંદરમાં બની છે. શિકાર બનનારું બીજું કોઈ નહીં પણ પોરબંદરના એક મહિલા વકીલ છે. જેમની સાથે એક પીઝાના મુદ્દે છેતરપિંડી થઈ હતી. તેમણે પીઝા માટે નેટ પર નંબર સર્ચ કરી ઓર્ડર કર્યો હતો અને એ પછી મહિલા એડવોકેટના ઓનલાઈન ગઠિયો કાંડા કાપી ગયો. જોકે પોલીસે આ ઓનલાઈન શિકારીને ઓનલાઈન જ શોધી તેની પાસેથી 17 હજાર ઉઘરાવી લીધા હતાં.
ઘટના કાંઈક એવી બની કે રેખાબહેન અગાઠે નામના પોરબંદરના વકીલે ઓનલાઈન પીઝા માટે સર્ચ કર્યું હતું. જ્યાં તેમને ઈન્ટરનેટમાંથી એક નંબર મળી આવ્યો હતો. આ નંબર પર તેમણે ફોન કર્યો અને પીઝાનો ઓર્ડર આપ્યો હતો. જોકે રેખાબહેનને ખબર નહોતી કે તેઓ જેની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે તે કોઈ પીઝાનો ડિલેવરી બોય નહીં પણ પૈસા ખંખેરી નાખનારો ગઠિયો છે. આ ઓનલાઈન ગઠિયાએ મહિલાને એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. જેથી ત્યાંથી નામ, નંબર અને સઘળી ડિટેલ મળી રહે.
આ માટે ગઠિયો પૂર્વતૈયારી રૂપે બાજ નજર નાખીને બેઠો જ હતો. તેણે રેખાબહેનના ફોન પર લીન્ક મોકલી હતી. ઓનલાઈન પેમેન્ટ માટે સ્ટેપ્સના નામે ઓ.ટી.પી લઈ ચબરાક ગઠિયો રૂપિયા 19,615 રેખાબહેનનાં ખાતામાંથી ઊભા ઊભ લઈ ફરાર થઈ ગયો હતો. આ રીતે રેખાબહેનને એક પીઝા 19,615 રૂપિયામાં પડ્યો હતો.
રેખાબહેનને જ્યારે પોતાની સાથે થયેલા ઓનલાઈન કાંડની ખબર પડી તો તેમણે સાઈબર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે પી.આઈ એન.એન.રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમનાં પીએસઆઈ સુભાષ ઓડેદરા અને તેમની ટીમને સાથે રાખીને જરૂરી કાર્યવાહી કરતાં રેખાબહેનના ખાતામાંથી 17,116 પર મેળવી આપેલ હતા. હાલ પોલીસે આરોપીને શોધવા માટે કવાયત હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત