Team Chabuk-National Desk: બિહારના સમસ્તીપુર જિલ્લામાં એક પ્રેમી યુગલ કઢંગી હાલતમાં પકડાતા ગ્રામજનોએ તેમની પીઠ પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સમાજના બની બેઠેલા કેટલાક ઠેકેદારોએ પોતાનો અંતિમ ચૂકાદો સંભળાવી દીધો અને યુગલની સ્થિતિ દયનીય થઈ ગઈ. કહેવાતા ઠેકેદારોએ જ તેમને પોતાની હાજરીની જાણકારી ન મળે તે રીતે વીડિયો બનાવ્યો અને વાઈરલ પણ કર્યો.
વાત અહીંથી અટકતી નથી. પ્રેમમગ્ન બંને યુગલ પર પોતાનો બળાપો ઠાલવવા માટે આ શખ્સોએ તેમને ઝાડ સાથે બાંધી દીધા હતા. સગીર વયની છોકરી આ શખ્સોની સામે હાથ જોડી વીનંતી કરી રહી હતી. જોકે આ શખ્સોએ તેને અને તેના આશિકને ઢોર માર મારવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. આ બંનેને મારી મારી તેમની પીઠ પર સોજા ઉઠાવી દીધા હતા.
આ સમગ્ર ઘટના બિહારના સમસ્તીપુર જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ઘટી છે. આ વિસ્તાર આંજના પંચાયતનું છે. જ્યાં ગામના લોકોએ મકાઈના ખેતરમાં બે પ્રેમીઓને અશ્લીલ હરકત કરતાં ઝડપી પાડ્યાં હતાં. પ્રેમમગ્ન આ બંને યુગલને તેમના હોવાની જાણકારી નહોતી. આ શખ્સોએ પ્રથમ તેનો વીડિયો બનાવ્યો હતો અને બાદમાં તેમને ઝડપી પાડ્યા હતા. હોબાળો થતાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.
આ યુગલને ઝાડની સાથે બાંધી દેવામાં આવ્યું હતું અને તેમના પર પોતાની ખીજ ઉતારી હતી. સામે આવેલી માહિતી પ્રમાણે આંજના પંચાયતની સગીર કન્યા અને મિર્ઝાપુરના રહેવાસી યુવક છેલ્લા કેટલાય મહિનાથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. યુવક ગામમાં મહિલાઓનાં શૃંગારનો સામાન વેચવા માટે જતો હતો. એવામાં સગીરાની સાથે તેની આંખ મળી ગઈ હતી અને બાદમાં પ્રેમ થઈ ગયો હતો.
આ બેઉ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પણ પ્રેમ પ્રસંગ લગ્નમાં નહોતો પરિણમી રહ્યો, કારણ કે આંતરજાતિ બંનેની વચ્ચે અડચણરૂપ થઈ રહી હતી. લગ્ન કરવા ઈચ્છુક આ પ્રેમી જોડલું મળવા માટે એકાંત શોધતા મકાઈના ખેતરમાં પહોંચ્યું હતું. એ સમયે જ ગામડાના યુવાનોએ તેમને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. પીટાઈ બાદ પંચાયતમાં એક પક્ષ બેઉંના લગ્નની વાત પર અડગ હતો. તો કેટલાક લોકો આર્થિક દંડ વસૂલવાના પક્ષમાં હતા. અંતમાં સગીરા અન્ય જ્ઞાતિની હોવાના કારણે લગ્ન ન કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
છોકરાના પરિવારજનો પંચમાં પૈસા આપી છોડાવી ગયા હતા અને સમગ્ર ઘટનાનો નિવેડો આવી ગયો હતો. આ સમગ્ર વારદાત પોલીસમાં જવી જોઈએ તેની જગ્યાએ પંચાયતમાં પીટાઈ બાદ આ સમસ્યાનો ઉકેલ આવી જતાં કેટકેટલાય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કે શું કાયદો અને પોલીસ તંત્ર જેવું કશું નથી?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત