Team Chabuk-Gujarat Desk: દમણના જામપોર બીચ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં ચાર મિત્રો જ લૂંટારું નીકળ્યા છે. પોલીસે તમામ ચાર આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. હવે આરોપીઓ જેલના સળિયા ગણશે. આરોપી અને ફરિયાદી તમામ મુંબઈના હોવાનું સામે આવ્યું છે. ગયા અઠવાડિયે દમણના જામપોર બીચ પર આ ત્રણેય મિત્રો જ્યારે ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ બે શખ્સો મંકી કેપ પહેરીને તેમના પર ત્રાટક્યા અને ફરિયાદી નટવરભાઈ પાસે રહેલા ૧૬ તોલાથી પણ વધારેના દાગીના, સાત હજાર રૂપિયા રોકડા અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે, મનોજ ભટ્ટ અને નિર્મલ શાહને શેરબજારમાં મોટું નુકસાન થયું હતું. જેથી તેમણે અન્ય બે આરોપી સાથે મળીને લૂંટની યોજના બનાવી હતી. દમણ પોલીસે આરોપી મનોજ ભટ્ટ, નિર્મલ શાહ, પ્રવીણ જૈન અને કશિક જૈન પાસેથી પોલીસે ૧૬ તોલાથી વધારે સોનું, સાત હજાર રૂપિયા રોકડા અને લૂંટાયેલો મોબાઈલ જપ્ત કર્યો છે.
દમણમાં તમામ પ્રકારની મોજશોખ મળી રહેશે તેવી લાલચ આપીને મનોજ અને નિર્મલ નટવરલાલને દમણ ફરવા માટે લાવ્યા હતા. બીજી તરફ તેમના જ બે સાથી પ્રવીણ જૈન અને કશિક જૈન અગાઉથી જ દમણમાં આવી પહોંચ્યા હતા. અગાઉના પ્લાન મુજબ મનોજ અને નિર્મલ નટવરલાલને એકાંત જગ્યા પર લઈ ગયા અને પછી અહીં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આરોપી નટવારલાલને લૂંટીને મિનિટોમાં જ ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાતા જ દમણ પોલીસે તાત્કાલિક તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી ચારેય આરોપીને જેલ ભેગા કરી દીધા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત