Homeગુર્જર નગરીગુજરાત પંચાયત સેવાની 6 કેડરની પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે કઈ...

ગુજરાત પંચાયત સેવાની 6 કેડરની પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે કઈ પરીક્ષા?

Team Chabuk-Gujarat Desk: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડેલી છ કેડરની પરીક્ષા માટે તારીખ જાહેર કરવામાં આવી છે. લેબોરેટરી ટેક્નીશીયન, સ્ટાફ નર્સ, વિસ્તરણ અધિકારી (ખેતી), પશુધન નિરીક્ષક, વિભાગીય હિસાબનીશ અને આંકડા મદદનીશની પરીક્ષા અંગેની તારીખ ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા બહાર પાડવામાં આવી છે.

છ કેડરની પરીક્ષા જાહેર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વિવિધ કેડરની પરીક્ષા માટેની તારીખ બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત લેબોરેટરી ટેકનીશીયન અને સ્ટાફ નર્સની પરીક્ષા 13 માર્ચ, 2022ના રોજ યોજાશે. તેમજ વિસ્તરણ અધિકારી (ખેતી) અને પશુધન નિરીક્ષકની પરીક્ષા 26 માર્ચ, 2022ના રોજ યોજાશે. તેમજ વિભાગીય નિરીક્ષકની પરીક્ષા 9 એપ્રિલ, 2022ના રોજ યોજાશે અને આંકડા મદદનીશની પરીક્ષા 30 એપ્રિલ, 2022ના રોજ યોજાશે.

Exam

10 કેડર પર ભરતી જાહેર

પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખો લઇને વિદ્યાર્થીઓ અત્યારથી તૈયારી કરવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ 10 કેડરની પરીક્ષાના ફોર્મ બહાર પડ્યા છે. જે અંતર્ગત હાલ છ પરીક્ષાની તારીખ જાહેર કરાઇ છે. આગામી સમયમાં વિસ્તરણ અધિકારી (સહકાર), તલાટી કમ મંત્રી, સમાજ કલ્યાણ નિરીક્ષક, હિસાબી વગેરેની પરીક્ષાની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. 

વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

ગુજરાતમાં ઘણા સમય બાદ પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેને લઇને તૈયારી કરતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ , સુરત, વડોદરા જેવા શહેરમાં પરીક્ષા માટેની ખાસ તાલીમ લઇ તૈયારી કરી રહ્યા છે. ત્યારે સરકાર પણ કોઇપણ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે અગાઉથી તૈયારી કરી રહી છે. સાથે પરીક્ષાઓ પણ ચૂંટણી પહેલા યોજાય અને પરિણામ જાહેર થઇ જાય તેવા પ્રયાસ થઇ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments