Homeગુર્જર નગરીકૃષિ રાહત પેકેજ અન્વયે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં અરજી કરવાની તારીખ લંબાવાઈ, જાણો...

કૃષિ રાહત પેકેજ અન્વયે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં અરજી કરવાની તારીખ લંબાવાઈ, જાણો નવી તારીખ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ઓગષ્ટ અને સપ્ટેમ્બર-2024માં થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. ત્યારે ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સર્વે કર્યા બાદ કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે. જેની અરજી માટે સરકારે તારીખ લંબાવી છે.

relief fund

‘ખાસ કૃષિ રાહત પેકેજ-2024’ અન્વયે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો આર્થિક સહાય માટે તા. 10 નવેમ્બર સુધી અરજી કરી શકશે. આથી ખેડૂતમિત્રોએ સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. કે વી.એલઈ. મારફત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર બેંક પાસબુકની વિગત, આધાર કાર્ડની વિગત, 8-અ ની વિગત સાથે અરજી કરવાની રહેશે. મહત્વનું છે કે, પહેલા રાજ્ય સરકારે 31 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ આપી હતી જો કે ખેડૂતોની રજૂઆત બાદ તારીખ લંબાવીને 10 નવેમ્બર કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments