Homeદે ઘુમા કેઓસ્ટ્રેલિયા અને ભારત બંનેની એક જ મુસીબત છે

ઓસ્ટ્રેલિયા અને ભારત બંનેની એક જ મુસીબત છે

1-1થી બરાબરી થઈ ગયા પછી અને ટીમ સાથે રોહિત શર્માના જોડાયા બાદ ઓસ્ટ્રેલિયાની મુસીબતો વધી ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચની એક ઈનિંગમાં ભારતીય ટીમને 36 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. એ પછી વિરાટ કોહલીના ભારત પરત ફરતા લાગી રહ્યું હતું કે અજિંક્ય રહાણેની આગેવાનીમાં ભારતીય ટીમનું પ્રદર્શન ફિક્કુ રહેશે. તેની જગ્યાએ અજિંક્ય રહાણેએ ટીમમાં જોશનો નવસંચાર કરી દીધો હતો. જે પછી રોહિત શર્માના જોડાતા ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ માટે મજબૂત થઈ ચૂકી છે. તો સામે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ ઘાતક બેટ્સમેન જોડાયો છે. જે આક્રામક રમવા માટે ઓળખાય છે.

ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયાની ટીમની ઓપનિંગ જોડીની નિષ્ફળતાએ, કાંગારૂ ટીમની મુસીબતમાં વધારો કરી દીધો છે. જોકે ત્રીજી ટેસ્ટમાં ઘાતક બેટ્સમેન ડેવિડ વોર્નર પરત ફરતા ટીમને રાહત મળી છે. ડેવિડ વોર્નરે પણ ઓસ્ટ્રેલિયાની ટીમના પરાજયનો સ્વીકાર કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેનોએ ક્ષમતાપૂર્વક પ્રદર્શન ન કર્યું, ન તો વિરોધી ટીમના બોલરો પર દબાણ લગાવવાની કોશિશ કરી. જેના કારણે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર હાવી થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયા માટે અત્યારે ભારતનો બોલિંગ અટેક મુસીબતરૂપ બની ચૂક્યો છે. ભારતીય ટીમમાંથી રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન અને બુમરાહ ગમે ત્યારે મેચની ઈનિંગને પલટાવી શકે છે. તેમાંય શોએબ અખ્તરે પણ બુમરાહ વિશે કહ્યું છે કે એ વિરોધી ટીમના બેટ્સમેનોને શરૂઆતમાં જ ડરાવી દે છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન વોર્નરે કહ્યું કે, સાત જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં જો તે રમે છે તો આક્રામકતાપૂર્વક બેટીંગ કરશે. વધુમાં તેણે કહ્યું કે, જો તમે બોલરોને પ્રભુત્વ જમાવવાની થોડી પણ તક આપશો. તો પછી છેલ્લી બે ટેસ્ટ મેચમાં રન કરવા એ મુસીબતરૂપ બની જશે. જોકે ડેવિડ વોર્નરે માત્ર ઓસ્ટ્રેલિયાની ટીમની જ નહીં ભારતીય ટીમની ઓપનિંગની પણ ટીકા કરતા કહ્યું હતું કે, બંને ટીમના ઓપનિંગ બેટ્સમેનો બોલરો પર પ્રભુત્વ જમાવી મોટો સ્કોર નથી કરી શક્યા.

વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી પ્રભાવક દેખાવ નથી દાખવી શકી. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં જોઈ બર્ન્સ અને મેથ્યૂ વેડની જોડીએ 14 ઓવરમાં માત્ર 16 રન જોડ્યા હતા. બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં બર્ન્સ અને વેડે ચાર ઓવરમાં 10 જ રન બનાવ્યા હતા. અને બીજી ઈનિંગમાં ત્રણ ઓવરમાં ચાર રન બનાવ્યા હતા.

સામેની બાજુ ભારત તરફથી પણ ઓપનિંગ જોડીઓ કંઈ ખાસ ઉકાળી શકી નથી. મયંક અગ્રવાલે બંને ટેસ્ટ મેચમાં મોટી ઈનિંગ રમી નથી. ભારતની પહેલી વિકેટ માટે મોટી પાર્ટનરશીપ હોય તો તે 16 રનની છે.

વોર્નરે આગળ કહ્યું કે, બંને તરફથી બોલરોએ સારી બોલિંગ કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જેથી બેટ્સમેનોએ વિચાર્યું કે સમય લઈને રમીએ જેમાં બોલરો બંને ટીમના બેટ્સમેનો પર દબાણ લાદવામાં સફળ પૂરવાર થાય. જો અટેક બરાબર થઈ શકે તેમ છે તો ક્યાંક ને ક્યાંક તમારે તમારી રમત દાખવવી પડશે. તમે આઉટ થાવ કે નહીં. હું આ રીતે જ રમું છું આક્રમણ કરવાનું જાણું છું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments