Team Chabuk-Gujarat Desk: છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કોરોના કેસ મામલે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિવસે દિવસે કોરોના કેસનો ગ્રાફ ઘટી રહ્યો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રિકવરી રેટ વધતાં હવે હોસ્પિટલોમાં પણ બેડ ખાલી થઈ રહ્યા છે. આજે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે 13 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12064 કોરોનાના નવા કેસ નોંધાયા છે. 13085 લોકોએ કોરોનાને હરાવ્યો છે જેથી તેઓને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 119 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેનાથી સરકારી તંત્ર અને રાજ્યની જનતા પણ થોડો હાશકારો અનુભવી રહી છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌથી વધુ 3744 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 17 લોકોના મોત થયા છે જ્યારે 5220 લોકોને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 903 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 1660 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 8 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં 648 કેસ સામે આવ્યા છે જ્યારે 478 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 5 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરની અંદર 386 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 448 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે 7 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.
775 દર્દીઓ વેન્ટીલેટર પર
રાજ્યમાં હાલ કુલ 1,46,385 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 775 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 1,45,610 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 8154 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 5,03,497 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.
આટલા લોકોને અપાઈ રસી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,84,659 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,02,24,941 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અને 29,89,975 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આમ કૂલ 1,32,14,916 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 થી 44 વર્ષના કૂલ 22,474 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45થી વધુની ઉંમરના કૂલ 37,139 લોકોને રસીને પ્રથમ અને 1,10,614 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી રસી લીધા બાદ એક પણ વ્યક્તિને ગંભીર આડઅસર થઈ ન હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
#gujarat માં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા #CoronaCases ની વિગતો pic.twitter.com/KFKGaYJrTz
— thechabuk (@thechabuk) May 7, 2021
છેલ્લા ત્રણ દિવસથી નવા દર્દીઓની સરખામણીમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત