Homeતાપણુંશું સુબ્રમણ્યમ સ્વામીનું આ સૂચન ભાજપ માનશે ?

શું સુબ્રમણ્યમ સ્વામીનું આ સૂચન ભાજપ માનશે ?

Team Chabuk-Political Desk: ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પોતાની સરકાર અને પાર્ટી સામે બેબાક રીતે બોલવા માટે જાણીતા છે. અવારનવાર જાહેરમાં અને ટ્વિટર પર સુબ્રમણ્યમ સ્વામી પોતાનો મત રાખતા હોય છે. તેમના ઘણા નિવેદનો સરકાર અને પાર્ટીના નેતાઓને પસંદ નથી હોતી. ત્યારે હવે સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર પાર્ટીને સૂચન કરતું ટ્વિટ કર્યું છે.

શુક્રવારે સાંજે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયને હોસ્પિટલમાં ફેરવવાનું સૂચન કર્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું કે, હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને જોતાં મારું સૂચન છે કે પાર્ટીના મુખ્યાલયના 8 માળમાંથી ઉપરના 6 અને 2 બેઝમેન્ટને હોસ્પિટમલમાં ફેરવી દેવા જોઈએ. ભાજપ પાસે હજુ પણ અશોકા રોડ પર સરકારી બંગલોમાં જૂની ઓફિસ છે જેનો જેનો પાર્ટીએ ઉપયોગ કરવો જોઈએ. આ એક ઉમદા કાર્ય ગણાશે.

સુબ્રમણ્યમ સ્વામીએ એક યુઝર્સને રિપ્લાય આપતા એમ પણ લખ્યું છે કે, હાલ દિલ્હીમાં આવેલું ભાજપનું મુખ્ય કાર્યાલય કોવિડ-19ના કારણે બંધ છે. આમ સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે હાલ બંધ પડેલા પાર્ટી કાર્યાલયના બિલ્ડિંગને હોસ્પિટલમાં ફેરવીને લોકોને મદદરૂપ થવું જોઈએ. જો કે ભાજપ તેમનું આ સૂચન માને છે કે કેમ તે જોવું રહેશે.

મહત્વનું છે કે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પોતાની વાતને ખુલીને લોકોની સમક્ષ જાહેરમાં રજૂ કરતાં રહે છે. અનેક વખત તેઓએ સરકાર અને પોતાની જ પાર્ટી વિરુદ્ધ પર લખ્યું છે. તાજેતરમાં જ તેઓ પીએમઓ વિશે એક ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યા હતા. સુબ્રમણ્યમ સ્વામીએ હાલની કોરોના પરિસ્થિતિને જોતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, પીએમઓ પર વિશ્વાસ મૂકવો ન જોઈએ. કોરોના સામેની આ લડાઈની જવાબદારી પીએમઓ પાસેથી લઈને નીતિન ગડકરીને સોંપી દેવી જોઈએ.

સુબ્રમણ્ય સ્વામીએ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર અંગે મેં અગાઉ પણ કહ્યું હતું. આપણે આ સંકટ સામે લડવા માટે ચુસ્ત વ્યવસ્થા કરનારી ટીમની જરૂર પડશે. જે પ્રતિક્રિયા પર નજર રાખી શકે અને યોજના બનાવી શકે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ની સનકી ટીમ નહીં.

કોરોનાની પરિસ્થિત અંગે અનેક વખત સુબ્રમણ્યમ સ્વામી મોદી સરકાર પર હુમલો કરતાં આવ્યા છે. તાજેતરમાં તેમણે એમ પણ કહ્યુ હતું કે, ગત વર્ષે સ્ટેન્ડિંગ કમિટી ફોર હેલ્થ દ્વારા ચેતવણી અપાઈ હતી કે ઓક્સિજન સિલિન્ડર અને સપ્લાયની ભારે અછત છે. તેમ છતાં સરકારે આ વાત કાને ધરી ન હતી.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments