Homeગુર્જર નગરીસુરતમાં નવજાત બાળકને નિષ્ઠુર જનેતાએ કચરાના ઢગમાં ત્યજી દેતા મોત, સોશિયલ મીડિયામાં...

સુરતમાં નવજાત બાળકને નિષ્ઠુર જનેતાએ કચરાના ઢગમાં ત્યજી દેતા મોત, સોશિયલ મીડિયામાં વીર બનતી જનતા ફોટો અને વીડિયો ઉતારી રહી હતી

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં માનવતા મરી પરવારી હોય તેવું લાગે છે. અહીં કચરાના ઢગમાં કોઈ ક્રૂર જનેતા પોતાના બાળકને ત્યજીને ચાલી ગઈ હતી. જોકે બાળક અંગે પોલીસ ફરિયાદ કરવાની જગ્યાએ ટોળે વળેલા લોકો સોશિયલ મીડિયામાં હીરો બનવું હોય તેમ બાળકની તસવીરો અને વીડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા હતા. આ બાળકીનો જન્મ ત્રણ કલાક પૂર્વે જ થયો હતો. જેને કચરાના ઢગમાં નાખી ફેંકી દેવામાં આવ્યું હતું.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ગણેશનગર-1 કંઠી મહારાજથી રામ મંદિર જવાના રસ્તા પર આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રોડ ડિવાઈડરની બાજુમાં કચરાના ઢગલામાં પેપરની અંદર વીંટાળેલી અવસ્થામાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળક ગર્ભનાળ સાથે જોડાયેલું હતું, જેની સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. મૃતક બાળકને 108ની મદદ વડે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જોકે બાળકને ત્યજી દીધું એટલે મૃત્યું થયું કે મૃત્યુ થયું હતું એટલા માટે ત્યજી દીધું એ તપાસનો વિષય છે.

આ અંગે સિક્યોરિટી ગાર્ડ રણવિજય સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તેઓ નોકરી પરથી છૂટ્યા બાદ ગોડાદરા થઈ ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં લોકોની ભીડ ઉમટેલી જોઈ ત્યાં રીક્ષા ઊભી રખાવી હતી. ભીડમાં તેમણે જોયું તો લોકો બાળકનો ફોટો અને વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. અંતે સિક્યોરિટી ગાર્ડે આ અંગે પોલીસ ખાતાને જાણ કરી હતી. સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે લોકોને આમ તસવીરો અને વીડિયો ઉતારતા જોઈ પારાવાર દુ:ખ પહોંચ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments