Homeગુર્જર નગરીસુરત: 11 વર્ષની દીકરી સાથે બળાત્કાર કરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની...

સુરત: 11 વર્ષની દીકરી સાથે બળાત્કાર કરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટાકરી

Team Chabuk-Gujarat Desk: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે 11 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખવાની ઘટનામાં બારડોલીની એડિશનલ સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. મુખ્ય આરોપી દયાચંદને ફાંસીની સજા અને કાલુરામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગત 20મી ફેબ્રુઆરી 2022ના રોજ આ ઘટના બની હતી. બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા મુખ્ય આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે.

જોળવામાં એક એપાર્ટમેંટમાં રહેતું દંપતી તેમના બંને સંતાનો 11 વર્ષની બાળકી અને 5 વર્ષનો બાળકને ઘરે એકલા મૂકીને મિલમાં કામ કરવા ગયું હતું. ત્યારે બપોરના 3.30 વાગ્યાની આસપાસ ભાઈ -બહેન રમતા હતા. તે સમયે 32 વર્ષીય દયાચંદ પટેલ નામનો શખ્સ ત્યાં આવીને ભાઈને ઘરે જવાનું કહી બાળકીનો હાથ પકડીને ક્યાક લઈ ગયો હતો. સાંજે માતપિતા ઘરે આવ્યા ત્યારે દીકરી નજરે નહીં પડતાં પુત્રને પૂછતાં તેણે દયાચંદ બેનની આંગળી પકડીને લઈ ગયો હોવાનું જણાવ્યુ હતું. માતાપિતાએ શોધખોળ કરી હતી. બિલ્ડીંગના ખાલી રૂમોમાં તપાસ કરી હતી. તમામ રૂમ ખુલ્લા હતા. જ્યારે એક રૂમને તાળું મારેલું હોય શંકા જતાં તેમણે તાળું તોડતા અંદર બાળકીની લોહીલુહાણ હાલતમાં પડેલી અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ તેનુ મોત થયું હતું.

અહેવાલ અનુસાર પલસાણા પોલીસ દ્વારા દયાચંદ ઉમરાવ પટેલ તેમજ મદદગારી કરનાર કાલુરામ જાનકી પ્રસાદ સામે પોકસો એક્ટ હેઠળ બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. આ કેસ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. જે બાબતે સોમવારના રોજ બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા બંને આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે સજાનું એલાન આજે કરવામાં આવ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments