Homeગુર્જર નગરીજૂનાગઢને સિટી બસ સુવિધા આપવા મુખ્યમંત્રી કાર્યાલયે શું આદેશ કર્યો, જાણો છો...

જૂનાગઢને સિટી બસ સુવિધા આપવા મુખ્યમંત્રી કાર્યાલયે શું આદેશ કર્યો, જાણો છો ?

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના આઠ શહેરોમાં મહાનગરપાલિકા છે. આ આઠે શહેરમાંથી જૂનાગઢ મહાનગરપાલિકા એકમાત્ર એવી છે કે જ્યાં સિટી બસની વ્યવસ્થા નથી. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતની સિટી બસ સુવિધાઓ નાગરિકોને પ્રિય બની છે. એમાં પણ અમદાવાદની AMTS અને BRTS સુવિધાઓ સમગ્ર એશિયામાં નમૂનેદાર છે. જૂનાગઢમાં સિટી બસ સુવિધા મળે એવુ જૂનાગઢવાસીઓ સપનામાં જ વિચારી શકે છે. જૂનાગઢને સિટીબસ સુવિધા મળે તે માટે શહેરના જાગૃત નાગરિક અને એડવોકેટ પ્રતીકભાઈ રાવલે મુખ્યમંત્રીને રજુઆત કરી હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

જૂનાગઢ છેલ્લા બે વર્ષથી સિટી બસ સુવિધા બંધ છે. પાંચ વર્ષ પહેલાં એક ખાનગી ટ્રાવેલ્સ કંપની બસનું સંચાલન કરતી હતી. તેનો કોન્ટ્રાકટ પૂર્ણ થતાં તે બંધ થઈ. જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની હોય તેવી એકપણ છેલ્લા ઘણા સમયથી ચાલી નથી.

શહેરના જાગૃત નાગરિક પ્રતીક રાવલે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું કે, કોવિડ–૧૯ના કારણે જૂનાગઢ શહેર ઘણા સમયથી સિટી બસની સુવિધા બંધ કરી દેવાયેલ અને હાલના સમયમાં કોવિડ–૧૯ના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયેલ છે અને લગભગ દરેક પ્રકારની છુટછાટો રાજય સરકાર દ્વારા અપાયેલ છે તેની સામે જૂનાગઢની પ્રજા માટે ખાસ કરીને ગરીબ વર્ગની પ્રજાની સુખાકારી માટે જૂનાગઢ શહેરમાં સિટીબસની સુવિધા શરૂ કરવી જોઈએ તેવી લોકોની પણ લાગણી અને માંગણી ઉઠવા પામી રહી છે. ત્યારે ગરીબોના રથ સમાન સિટીબસ વહેલી તકે ચાલુ કરવા પણ માંગ કરી છે.

બિસ્માર રસ્તા રીપેર કરવા માંગ

છેલ્લા ઘણા સમયથી જુનાગઢ શહેરના રોડ-રસ્તા અતી બીસ્માર હાલત અંગે પણ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. તે અંગે પત્રમાં જણાવ્યું કે, બિસ્માર રસ્તા બાબતે ઘણા લોકો ઘ્વારા ઘણી જગ્યાએ રજુઆતો કરેલ છતા તેનુ પરીણામ પણ શુન્ય છે. તંત્ર ઘ્વારા કોઈ નકકર પગલા ભરતા નથી અને જુનાગઢની લાચાર પ્રજાએ બધી યાતનાઓ સહન કરવી પદે છે અને આર્થીક, માનસીક, શારીરીક તકલીફો વેઠવી પડી રહી છે. હમણા થોડા દિવસ પહેલા જ જનાગઢ ખાતે શીવરાત્રીનો મેળો સમાપન થયો ત્યારે પણ બહારના લોકોએ જુનાગઢના ખરાબ રોડ રસ્તા બાબતે ઘણા ટીકા ટીપણીઓ કરેલી, જેમાં જુનાગઢની પ્રજાને નીચ જોવાનુ થયુ છે. એટલે જુનાગઢના ખરાબ રોડ રસ્તા સારા બનાવવા વહેલી તકે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

પ્રતિકભાઈ રાવલની અરજી અન્વયે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. હવે આગળ કાર્યવાહી થાય છે કે જૂનાગઢને ખાલી આશ્વાસન મળે છે એ જોવું રહ્યું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments