Team Chabuk-Gujarat Desk: આજે મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. કોરોના મહામારી બાદ સુખાકારી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તોથી સોમનાથ નગરના માર્ગ શોભાયમાન થયા છે. સવારે મહાદેવને પારંપરિક પાઘનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહી છે.
સવારે 4-00 કલાકે ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું. ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપૂજા અને પાલખીયાત્રા યોજાઈ હતી, મહાદેવ સ્વયં જ્યારે નગરચર્યાએ નિકળ્યા હોય, ત્યારે માર્ગમાં ભક્તો પૂષ્પોથી સ્વાગત સાથે હર હર મહાદેવ અને બમ બમ ભોલેનો નાદ કરી રહ્યા હતા.

આજ રોજ મહાશિવરાત્રિ હોય દુર-દુરથી ભક્તો મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સવારે 4 કલાકેથી જ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ત્યારે સવારે 4 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં 15000 થી વધુ ભક્તોએ દર્શન-પૂજા કરી ધન્ય બન્યા હતા. મહત્વનું છે કે આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિર સતત 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

મહાશિવરાત્રિએ ભાવિકો તત્કાલ શિવપૂજન, સુવર્ણ કળશ પૂજન, ધ્વજાપુજન કરી શકે તે માટે મંદિર પરિસરમાં સંકિર્તન ભવનમાં વિશેષ આયોજન કરાયું છે. આ ઉપરાંત શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ, સોશિયલ મીડિયા માધ્યમ થકી પણ દર્શન, આરતી, લાઈવ કાર્યક્રમ દેશ-વિદેશના ભક્તો ઘરે બેઠાં નિહાળી શકશે. સોમનાથ મહાશિવરાત્રિ પર્વે ભક્તો ઘરેબેઠા ઓનલાઇન પૂજાનો ઇ-સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઇન ઝુમ એપ પર ભક્તો પૂજા તેમજ દર્શન કરી શકશે. પૂજા ટ્રસ્ટની ઉપરોક્ત વેબસાઇટ પરથી નોંધાવી શકાશે.

મહાશિવરાત્રિની રાત્રીએ 12 વાગ્યે મધ્યરાત્રીએ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ટ્રસ્ટના સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાઇને શિવ પંચાક્ષર મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરી શકશે. અને ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી મહાશિવરાત્રિના પાવન પવે ઘરબેઠા પણ શ્રદ્ધાળુઓ પણ ઓનલાઇન જોડાઇ ૐ નમઃ શિવાય જાપ થી શ્રી સોમનાથજીની આરાધના કરી શકશે. આ ખાસ વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે ગોઠવવામાં આવી છે.
મહાશિવરાત્રિના પવિત્ર મહોત્સવ દરમિયાન મહામૃત્યુંજય યજ્ઞ, ચાર પ્રહરની વિશેષ પૂજા અને આરતી, જ્યોત પૂજન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેની વિગત નીચે પ્રમાણે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
