Team Chabuk-Gujarat Desk: સુરતના જાણીતા ઉદ્યોગપતિ, સમાજ સેવક અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યો છે. મહેશ સવાણીએ ગત મોડી રાત્રે હૃદયમાં દુઃખાવાની ફરિયાદ તેમના પરિવારજનોને અને મિત્રોને કરી હતી. ત્યારબાદ વધુ દુઃખાવો ઉપડતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોએ જણાવ્યું હતું કે, મહેશભાઈને હાર્ટ એટેક આવ્યો છે. હાલ ડોક્ટરો દ્વારા મહેશ સવાણીની સારવાર કરવામાં આવી રહી છે.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાલ મહેશ સવાણીની તબિયત સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી. પરંતુ મહેશ સવાણીના હાર્ટ એટેકના સમાચાર મળતાં જ તેમના શુભેચ્છકો, પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને હજારો દીકરીઓના લગ્ન કરાવનાર મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા તેમની આ દીકરીઓમાં ચિંતા જોવા મળી રહી છે. પી.પી.સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારજનો અને શુભેચ્છકો તબિયત જાણવા માટે આવી રહ્યા છે.
પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે લગભગ છેલ્લા 2 દિવસથી તેમની તબિયતને લઈને થોડી તકલીફ જણાતી હતી. ગઈકાલે સવારે મહેશભાઈએ અગાઉથી જ તેમની પત્નીને પણ કહ્યું હતું કે તેમને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા. તો બપોરે શુગર હાઈ આવ્યા બાદ તેમને સાંજના પી.પી.સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા. ત્યાં કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજય વાઘાણી દ્વારા તેમનું નિદાન થતાં પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોવાથી તેમને હૃદયનો એટેક આવ્યો હોવાની જાણ થતાં જ તેમને તરત દાખલ કરીને વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
