શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં જસાધાર ગીર રેન્જના સરાકડિયા નેસ વિસ્તારમાં આવેલા સોનબાઈ માતાના પૌરાણિક મંદિર મુદ્દે વિવિધ વધુ વકર્યો છે. વન વિભાગ દ્વારા ભક્તોને મંદિર સુધી ન જવા દેતા સોનબાઈ માતાના ભક્તોએ એક આંદોલન સમિતી બનાવી છે. આ સમિતી સોનબાઈ માતાના મંદિર સુધીનો રસ્તો ખુલ્લો કરવા માગણી કરી રહી છે. આ અંગે મોટી સંખ્યામાં સોનબાઈ માતાના ભક્તો ગીર સોમનાથ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન આપી રસ્તો ખોલવા માગણી કરી હતી.
ભક્તોને વન વિભાગના કર્મચારી ભક્તોને મંદિરથી આસરે બે કિલોમીટર દૂર અટકાવી દે છે અને દર્શન કરવા જવા દેતા નથી. જેથી ભાવિકોની લાગણી દુભાતી હોવાનો અને વન વિભાગ મનમાની કરતું હોવાનો આરોપ સમિતીએ લગાવ્યો છે.

સમિતીએ રજૂઆત કરી છે કે, તુલસીશ્યામ, કંકાઈ અને બાણેજ જંગલની અંદર આશરે સાતથી આઠ કિલોમીટર દૂર આવેલા છે. અહીં જવા માટે વન વિભાગ દ્વારા પાસ ફાળવાય છે. અહીં યોગ્ય સમયમર્યાદા મટે શ્રદ્ધાળુઓને જવા-આવવાની છૂટ આપવામાં આવે છે. જ્યારે સોનબાઈ મતાજીનું મંદિર ફોરેસ્ટ વિભાગની ચોકીના ગેટથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું હોવા છતાં શ્રદ્ધાળુઓને જવા દેવાતા નથી. સમિતીની માગણી છે કે, સોનબાઈ માતાના મંદિરે પણ પાસની વ્યવસ્થા કરી શ્રદ્ધાળુઓને મર્યાદીત સમય સુધી જવા માટે પરવાનગી આપવામાં આવે.
સમિતીએ વન વિભાગના કર્મચારીઓ પર આરોપ લગાવ્યો કે, કર્મચારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી જવા શ્રદ્ધાળુઓને પ્રવેશ નથી આપતા. સાથે જ સરાકડિયા નેસ આંદોલન સમિતીએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો 10 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં કેટલાક શ્રદ્ધાળુઓને વન વિભાગે સોનબાઈ માતાના મંદિર સુધી જતાં અટકાવતા તેઓ ફોરેસ્ટ વિભાગના ગેટ પાસે જ ધરણાં પર બેસી ગયા હતા. ત્યારબાદ સ્થાનિક આગેવાનો અને ઉચ્ચઅધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. . વન વિભાગે આ અંગે કહ્યું હતું કે, જંગલમાં પ્રાણીઓની સુરક્ષા માટે તેઓ શ્રદ્ધાળુઓને મંદિર સુધી જવાની પરવાનગી આપતા નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત