Homeગુર્જર નગરીગોંડલ યાર્ડમાં એક દિવસમાં અધધ 2 લાખ ગુણી ધાણાની આવક

ગોંડલ યાર્ડમાં એક દિવસમાં અધધ 2 લાખ ગુણી ધાણાની આવક

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં ખેડૂતો પોતાની જણસ વેચવા પ્રથમ પસંદગી કરે છે. આ પસંદગીનું કારણ અહીંની પારદર્શિતા, વહીવટી સંચાલન અને સરળતા હોવાનું ખેડૂતો જણાવે છે. હાલ ખેડૂતોના ખેતરમાં ધાણા, જીરું, ઘઉં સહિતના રવિ પાકો તૈયાર થઈ ગયા છે. ત્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં અધધ બે લાખ ગુણી ધાણાની આવક થઈ હતી.

એક સાથે 2 લાખ ગુણીની ધાણાની આવક થતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં માલનો ભરાવો થઈ ગયો હતો. જેના કારણે વ્યવસ્થા એકાએક ખોરવાઈ જવાની અણી પર હતી. પરંતુ ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા તાત્કાલિક માર્કેટીંગ યાર્ડની સમગ્ર વ્યવસ્થાને સંભાળી લીધી હતી. તેમજ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ખેડૂતોના દર્દને સમજી ચેરમેને ખેડૂતોની ફેસબુકના માધ્યમથી માફી પણ માંગી હતી.

યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ પોતાના ફેસબુક પર જણાવ્યું કે, આજે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણાની આવક એકદમ એકી સાથે 2,00,000 બોરી જેવી થઈ અને આજે મારા ખેડૂત મિત્રોને અને વાહન વાળાને થોડી હેરાન ગતિ થઈ તેના માટે અમે માફી માંગીએ છીએ તો પણ જગ્યા નથી એ અમારી મજબૂરી ખેડૂત મિત્રો સમજીને અમને વ્યવસ્થામાં ખુબજ સહકાર આપે છે. એની સાથે ખેડૂતો જોડે નિર્દોષ વાત ચીત કરવાનો આંનદ કાંઈક અલગ જ હોય છે.

ધાણાનો બજાર ભાવ

રાજકોટ- ૧૬૮૦ થી ૨૫૨૫

ગોંડલ- ૧૩૦૧ થી ૨૩૭૬

ઉપલેટા- ૧૫૦૦ થી ૨૦૬૫

અમરેલી- ૧૦૦૦ થી ૨૩૮૦

જામજોધપુર- ૧૫૦૦ થી ૨૦૪૦

જસદણ- ૧૪૦૦ થી ૨૧૦૦

જેતપુર- ૧૮૦૧ થી ૨૫૫૬

પોરબંદર- ૧૬૭૫ થી ૨૧૨૫

વિસાવદર- ૧૫૫૪ થી ૨૦૦૬

જૂનાગઢ- ૧૭૦૦ થી ૨૧૧૨

ધોરાજી- ૧૮૬૬ થી ૨૦૦૧

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments