Homeગુર્જર નગરીગીર સોમનાથના ઉનામાં ઢગો બાળકીને અડપલાં કરી ભાગ્યો, બાળકીએ માતાને વાત કરતા...

ગીર સોમનાથના ઉનામાં ઢગો બાળકીને અડપલાં કરી ભાગ્યો, બાળકીએ માતાને વાત કરતા ભાંડો ફૂટ્યો

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક મકાનમાં એક નરાધમે ઘુસી સાડા નવ વર્ષની બાળકીને અડપલાં કર્યાં હતા. બાળકીએ આ ઘટના અંગેની સંપૂર્ણ વિગત પોતાની માતાને કહી હતી. હાલ આ ઈસમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પહેલા તો ઘરમાંથી બહાર નીકળતી યુવતીઓ અને બાળકીઓ પર ખતરો મંડરાતો હતો પણ ઉનામાં બનેલી આ ઘટના તમારા પગ તળેથી જમીન સેરવી નાખશે, કારણ કે સાડા નવ વર્ષની બાળકી જ્યારે એકલી હતી ત્યારે નરાધમ કુકર્મ કરવાના ઈરાદે ઘુસ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઉનામાં બપોરના સમયે એક બાળકી એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ નરેન્દ્ર સોરઠીયા બદઈરાદા સાથે ઘરમાં ઘુસ્યો હતો. તેણે બાળકીને અડપલાં કર્યાં હતા. બાળકી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. પોતાનો ભાંડો ફૂટી જાય એ બીકે નરેન્દ્રએ આ વાત તારી માતાને કહેતી નહીં તેવું બાળકીને કહ્યું હતું. અને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યો હતો.

જોકે નરેન્દ્રએ કરેલા પાપનો ઘડો ફૂટ્યો. બાળકીએ પોતાની સાથે શું થયું છે તેની તમામ વિગત પોતાની માતાને કહી દીધી હતી. માતા પુત્રીના મુખે આ વાત સાંભળી ચોંકી ઉઠી હતી. પુત્રીને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી અને બીજી બાજુ આરોપી નરેન્દ્રને પાઠ ભણાવવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા. અહીં અડપલાંખોર નરેન્દ્રની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments