Team Chabuk-National Desk: ધનબાદના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ એપાર્ટમેન્ટના ત્રીજા માળે લાગી હતી. ફાયર ટેન્ડર આગ ઓલવવામાં રોકાયેલા છે. આ ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જેમાં 10 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ જાણકારી ધનબાદના ડેપ્યુટી કમિશનરે આપી છે.
Jharkhand | Visuals from outside Dhanbad apartment where a massive fire broke out. Rescue operation is still underway at the site. pic.twitter.com/3aZZ1MnbPn
— ANI (@ANI) January 31, 2023
આ આગની ઘટનામાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની આ ઘટના ધનબાદના આશીર્વાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે બની છે, જ્યાં અત્યાર સુધીમાં ફસાયેલા 50થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. આ મામલો ધનબાદના બેંકમોડ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ ઘટનાને કારણે પોલીસે અનેક લોકોની જાનહાની થવાની શક્યતા વ્યક્ત કરી છે. આગની જ્વાળાઓને જોતા ભારે જાન-માલનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત