Homeગુર્જર નગરીધોરાજીઃ પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપ્યું ! ગાલ, હાથ, પગ પર પણ ઝીંક્યા...

ધોરાજીઃ પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપ્યું ! ગાલ, હાથ, પગ પર પણ ઝીંક્યા આડેધડ છરીના ઘા

Team Chabuk-Gujarat Desk: વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ પ્રેમીએ પ્રેમિકાને છરી વડે હુમલો કરી યુવતીનું નાક કાપી નાખ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતી હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ ધોરાજી પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો વધુ કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ધોરાજીના આંબાવાડી કોલોનીમાં રહેતી 25 વર્ષીય ફરઝાના ઉર્ફે હજુ માલવિયાનો મૂળ આટકોટના અને હાલ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જાનમામદ જુણેજા સાથે પરિચય થયો હતો.  પરિચય બાદ બંનેની આખ મળી જતા  ફરઝાના પ્રેમી સુલતાન સાથે આશરે નવ મહિના પૂર્વે રાજકોટ સાથે રહેવા ગઈ હતી.

શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું જો કે, ત્યારબાદ સુલતાને યુવતીને સાથે મારકૂટ શરૂ કરી હતી. વારંવારના ઝઘડાથી કંટાળીને ફરઝાના ધોરાજી પોતાનાં ઘરે પરત ફરી હતી. જો કે, આરોપી સુલતાનને ફરઝાનાંનું ધોરાજી પરત ફરવું ગમ્યું નહીં. જેથી અવારનવાર ફોન દ્વારા ફરઝાનાને રાજકોટ આવી જવા દબાણ કરવા લાગ્યો હતો.

ફરજાનાએ સુલતાનને રાજકોટ પરત ફરવાનીના પાડી દીધી જેથી આરોપી સુલતાન ઉશ્કેરાઈ ગયો હતો અને  તેના એક મિત્ર સાથે 13 ફેબ્રુઆરીએ રાત્રે નવ વાગ્યે યુવતીના ઘરે પહોંચી ગયો હતો.  જ્યાં સુલતાન અને તેના મિત્રએ સાથે મળીને યુવતી પર હુમલો કર્યો હતો.

આરોપ છે કે, આરોપીઓએ ફરજાના માથાના આગળના ભાગેથી વાળ કાપી નાખ્યા હતા. એટલું જ નહીં યુવતીને બચાવવા જતાં આરોપીએ ફરઝાનાની મોટી બહેન અને માતા પર પણ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ આરોપીએ યુવતી ઉપર બેસી તેના ગાલ પર અને હાથ પર તેમજ યુવતીના નાક અને ચહેરા તેમજ શરીરના અન્ય ભાગે છરી વડે હુમલો કર્યો હતો. આરોપી હુમલો કરી ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ  ખસેડાઈ છે. સમગ્ર મુદ્દે ધોરાજી પોલીસે આરોપી સુલતા અને તેના મિત્ર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments