Homeદે ઘુમા કેરોહિત શર્માએ વિરાટ કોહલી અંગે મીડિયાને કહ્યું, ‘જો તમે લોકો શાંત રહો...

રોહિત શર્માએ વિરાટ કોહલી અંગે મીડિયાને કહ્યું, ‘જો તમે લોકો શાંત રહો તો બધુ ઠીક થશે…’

Team Chabuk-Sports Desk: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી ત્રણ મેચની ટી ટ્વેન્ટી શ્રેણીનો આરંભ થવાનો છે. ટીમ ઈન્ડિયાએ આ પૂર્વે અમદાવાદમાં રમાયેલી ત્રણ એક દિવસીય મેચ જીતી વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ કરી નાખ્યો છે. ટી ટ્વેન્ટી મેચની પૂર્વ સંધ્યાએ કેપ્ટન રોહિત શર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી. વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અંગે સવાલ પૂછવામાં આવતા સુકાની ભડકી ગયા હતા અને કહ્યું હતું કે જો તમે લોકો શાંત રહો તો બધુ ઠીક થશે. વિરાટ છેલ્લા થોડા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ ત્રણ મેચમાં તેણે અનુક્રમે 8,18 અને 0 રન કર્યા હતા.

રોહિતે મીડિયાને કહ્યું હતું કે, તમે લોકો એમને થોડા સમય માટે છોડી દો. એ ઠીક થઈ જશે. વિરાટ એક દાયકાથી વધારે સમયથી આંતરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે. જ્યારે કોઈ આટલું લાંબુ ક્રિકેટ રમે છે ત્યારે તેને પ્રેશર સહન કરવું પડે છે. બાકી તમામ વસ્તુ મીડિયા પર નિર્ભર કરે છે. તેમને થોડા સમય આપો, એ ઠીક થઈ જશે. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ સિવાય ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશનને લઈ વાત કરતા કહ્યું હતું કે, હું ટી ટ્વેન્ટી મેચમાં કોઈ પ્રયોગ કરવાના પક્ષમાંથી અને ન તો કરીશ. પ્રયોગ શબ્દ ખૂબ જ ઓવરરેટેડ છે. જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણી કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં છે.

રોહિતે વધુમાં પૂછવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં હાજર તમામ ખેલાડીઓને તક આપવામાં આવશે? જેનો જવાબ આપતા રોહિતે કહ્યું હતું કે, અમારું આયોજન તમામ ખેલાડીઓને પરખવાનું છે. અમે એ તમામ ખેલાડીઓને તક આપવા ઈચ્છીએ છીએ, જે વિશ્વકપ રમશે. તેમને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ જમાવવા થોડો સમય આપવો પડશે. કેટલાય ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. અમે નથી જાણતા કે કોણ કોણ વિશ્વકપ સુધીમાં ફિટ થઈ શકશે. જેથી અમારે દરેક પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.

રોહિતે આગળ કહ્યું હતું કે, આગામી સમયમાં અમારે વધારે મેચ રમવાના છે અને વ્યસ્ત શેડ્યુલ છે અને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા રહે છે. જેથી એ જરૂરી છે કે જે પણ ખેલાડી ફિટ છે. તેમને તક આપીને દરેક પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર કરવામાં આવે. અમે આ સિરીઝમાં આવનારી સિરીઝમાં અમારી બેન્ચ સ્ટ્રેન્થનો ભરપૂર ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ. એ જોવા ઈચ્છીએ છીએ કે કયા ખેલાડીમાં ટીમ ઈન્ડિયા માટે રમવાની ક્ષમતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments