Team Chabuk-Political Desk: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ ધીરે ધીરે સક્રિયતાના મૂડમાં આવી રહી છે. બીજી તરફ હાર્દિક પટેલ પણ પોતે ચૂંટણી લડી શકે એ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાર્દિક ચૂંટણી લડવા માટેનો પોતાનો રસ્તો ચોખ્ખો કરવા હાઇકોર્ટને શરણે ગયો છે. હાર્દિક પટેલે વર્ષ 2015 વિસનગરની ઘટના બાબતે તેને કરેલી અરજીની ઝડપથી સુનાવણી હાથ ધરવા અપીલ કરી છે.
હાર્દિક પટેલના વકીલે ન્યાયાધીશ બી.એન.કારીયાની કોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે આજની તારીખે હાર્દિક પટેલ ઉપર ચૂંટણી લડવા મનાય છે. પરંતુ જો તેમની અરજી પર સુનવણી હાથ ધરાય અને નિર્ણય લેવાય તો તેઓ ચૂંટણી લડી શકશે. અદાલતે આ મામલે આગામી સુનાવણી 28મી ફેબ્રુઆરીના રોજ કરશે.
મહેસાણા જિલ્લાના વિસનગરની કોર્ટે જુલાઈ 2018માં હાર્દિક પટેલને 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં બનેલી ઘટના માટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. આ બાબતે હાર્દિક પટેલ હાઇકોર્ટમાં અપીલ કરતા હાઈકોર્ટે ઓગસ્ટ 2018માં એની સજાને સ્થાગિત કરી હતી. લોક પ્રતિનિધિત્વ કાયદો અને હાઇકોર્ટના એક નિર્ણય અનુસાર બે વર્ષ અથવા તેનાથી વધુ જેલની સજા જેને ફટકરાઈ હોય તે ત્યાં સુધી ચૂંટણી નથી લડી શકતો જ્યાં સુધી તે નિર્દોષ સાબિત ન થાય.
હાર્દિક પટેલે પોતાની સામે થયેલી સજા અંગે વર્ષ 2018માં ગુજરાત હાઇકોર્ટના શરણે જઈ સજા પર રોક લગાવવા અપીલ કરી હતી. કોર્ટે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલાં આ અરજીને રદ્દ કરી હતી. આ પછી હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યારબાદ હાર્દિકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત