Team Chabuk-Gujarat Desk: દેશભરમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. ગેસના ભાવમાં પણ મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે આ મોંઘવારીથી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. મોંઘવારીના કારણે બે છેડા ભેગા કરવા મધ્યમ વર્ગીય પરિવાર માટે મુશ્કેલ બની ગયું છે. ત્યારે ધોરાજીના એક યુવકે વડાપ્રધાનને પત્ર લખીને ગેસનો સિલિન્ડર અને પેટ્રોલ હપ્તેથી આપવા માટે રજૂઆત કરી છે.
શું લખ્યું છે પત્રમાં ?
ધોરાજીના ગરીબ પરિવાર અને મધ્યમ પરિવારમાંથી આવતા સંકેત મકવાણા નામના યુવકે અન્ય યુવાનોને સાથે રાખી પેટ્રોલ પંપ, ગેસ સિલિન્ડર વેચતા એજન્સી, બેન્ક તેમજ પ્રાંત કચેરીએ અને ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિતભાઈ વસોયાને લેખિતમાં રજૂઆત કરી કે પેટ્રોલ તથા ડીઝલ સરળ હપ્તેથી આપો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહું છું. આપ સાહેબશ્રીની સરકાર આવ્યા પછી ગેસના બાટલાના 350 રૂપિયા હતા તેના 1050 રૂપિયા થઈ ગયેલ છે. જે પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેના 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં ચાર વ્યક્તિ હોય છોકરાઓને ભણાવવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ ન હોય તો આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ અને ગેસનો બાટલો મને હપ્તેથી આપવામાં આવે..

આ અંગેન ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. લલિત વસોયા કહ્યું હતું કે, મધ્યમવર્ગ અને ગરીબ માણસો અત્યારે પોતાની વેદના વડાપ્રધાનને પત્ર લખી ઠાલવી રહ્યા છે. અમારી પાસે ગેસના બાટલાના રૂપિયા નથી. અમને હપ્તે આપે તેવી માગ કરવામાં આવી છે. દિવસેને દિવસે મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે સરકારે આ મોંઘવારીને હવે કાબુમાં લેવી જોઈએ. આ મોંઘવારીથી મધ્યમ વર્ગ ગરીબ વર્ગ પીસાઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
