Team Chabuk-Gujarat Desk: કચ્છના ભચાઉ તાલુકાના વોંધ નજીક ગઈકાલે બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાતા કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ભચાઉ – સામખિયાળી હાઇવે પર વોંધ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જીજે 17 યુયુ 9582 નંબરની આઇસરે બાઇકને અડફેટે લેતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ભચાઉ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતભાગીના મૃતદેહોને ભચાઉ સરકારી દવાખાને ખસેડયા હતા.

બનાવની પ્રાથમિક માહિતી મુજબ ભચાઉ તાલુકાના રામદેવપીર નજીક આવેલી જલારામ ઓઇલ એકમમાં કામ કરતા મૂળ રાધનપુરના અનિરુદ્ધ યોગેશ પટેલ અને તેના કાકા જગદીશ કનૈયાલાલ પટેલ અને કલોલ (ગાંધીનગર)ના જીગર મહેન્દ્ર પટેલ વોંધ તેમના ઘરે જમવા ગયા હતા. જમીને પરત નોકરી પર ફરી રહ્યા હતા તે વખતે આઈસરની અડફેટે આવી જતાં ત્રણેયના મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જીગરને ભચાઉ વાગડ વેલફેરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર પૂર્વ જ તેનું પણ મોત નીપજ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
