Team Chabuk-Gujarat Desk: આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવેલા યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે વિદ્યાસહાયકોની ભરતીના ચાલી રહેલા વિવાદ મુદ્દે પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરાઈ છે. યુવરાજસિંહ વિરુદ્ધ ગંભીર કલમો લગાવવામાં આવી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બીજી તરફ યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે સરકાર દ્વારા તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટર પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે, ટ્રોલ આર્મીને પાછળ લગાડી સોશિયલ મીડિયા હેક કરાવ્યું. હવે ગાંધીનગરમાં જ્યાં રહું છું તે મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું. યુવરાજસિંહ જાડેજાએ લખ્યું છે કે, તમને એમ હોય કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં. જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં.
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 5, 2022
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં" pic.twitter.com/RpLED5Ueaf
મહત્વનું છે કે, ગુજરાતની સૌથી મોટી કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા અગાઉ યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી લેવાતા સરકારની મંશા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે યુવરાજસિંહ જાડેજાની અટકાયત થતાં 10 એપ્રિલે યોજાનાર લોક રક્ષકની ભરતીમાં કોઈ ગેરરીતિ બહાર નહીં આવે. કેમ કે ભરતી પરીક્ષામાં થતી ગેરરીતિ અને કૌભાંડો બહાર પાડનાર વ્યક્તિ યુવરાજસિંહને જ સરકારે ઝડપી લીધા છે.

ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌંભાડો અને ગેરરીતિઓને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગાંધીનગર પોલીસે અટકાયત કરી લીધી છે. ગુજરાતમાં લગભગ મોટા ભાગની પરીક્ષાઓ યેનકેન પ્રકારે ગેરરીતિ થાય જ છે. યુવરાજસિંહે ગુજરાત સરકારના વિભાગો દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં ચાલતી અનેક પોલંપોલ ખુલ્લી પાડી છે. યુવરાજસિંહે પુરાવા સાથે તમામ વાતો રજૂ કરી છે. જેના કારણે સરકારની આબરુનું ધોવાણ થયું છે. ત્યારે યુવરાજસિંહ જાડેજા સરકારની આંખમાં કણાની જેમ ખુંચતો હોય તે દેખીતી વાત છે.
ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહે ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ્દ કરવાની સરકારને ફરજ પડી છે. જો કે ગત્ત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં તેણે થયેલી કોપીકેસ જાહેર કરતા જીતુ વઘાણીએ તેની ધરપકડની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે રાજપુત સમાજ અને કરણી સેના પણ સરકાર વિરુદ્ધ પડ્યા હતા. હાલ આ સમગ્ર મામલો વિવાદિત હતો. તેવામાં વિદ્યા સહાયકોના મુદ્દે પણ યુવરાજસિંહે સરકાર સામે મોરચે માંડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
