Homeગુર્જર નગરી‘ગૂગલમાં એચઆર મેનેજર છું પગાર 35 લાખ છે’ કહી હોટલમાં અઢળક કન્યાઓ...

‘ગૂગલમાં એચઆર મેનેજર છું પગાર 35 લાખ છે’ કહી હોટલમાં અઢળક કન્યાઓ સાથે હમબિસ્તર થનારો ઠગ જબ્બે

Team Chabuk-Gujarat Desk : ડિજિટલ માધ્યમથી જીવનસાથી પસંદ કરવા ઈચ્છુક યુવતીઓ માટે એક દાખાલારૂપ કિસ્સો બન્યો છે. એક એવા શખ્સને જેલના સળિયા ગણતો કરી દેવામાં આવ્યો છે જે પોતાનો વાર્ષિક પગાર 35થી 50 લાખ રૂપિયા હોવાનું કહીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો અને પોતાની હવસ સંતોષતો. યુવતીઓના બિભત્સ ફોટા પાડતો અને એજ ફોટાના માધ્યમથી બ્લેકમેઈલ કરી રૂપિયા પણ પડાવતો. કુણી કન્યાઓને ઓનલાઈન ભોળવતો હતો. તેને રાજમહેલમાં રાણી બનાવવાના સપના દેખાડતો હતો. છોકરીઓ પણ તેનાથી પ્રભાવિત થઈ જતી હતી. ને પછી સમય મળ્યે હોટલમાં યુવતી સાથે હમબિસ્તર થઈ શારીરિક સુખનો ઓડકાર લઈ કોણ તું અને કોણ હું કરી નાખતો હતો. જો કે ઢાંઢે મેળવેલું ક્ષણિક સુખ યુવતી માટે આજીવન બ્લેકમેલનું કારણ બની જતું હતું. કેવી રીતે ? વાંચો આંખ ઉઘાડતો આ સમગ્ર કિસ્સો.

અમદાવાદની એક યુવતી સાથે છેતરપિંડી થયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી લોકેશનના આધારે સોમનાથમાંથી આ શખ્સને ઝડપી લીધો છે.

નકલી નામઃ  વિહાન શર્મા, પ્રતીક શર્મા, આકાશ શર્મા વગેરે…

સાચું નામઃ સંદીપ મિશ્રા

નકલી કામઃ ગૂગલ એચઆર મેનેજર

સાચું કામઃ નોકરી ધંધા વગરનો, યુવતીઓ સાથે છેતરપિંડી કરવી

ખોટો પગારઃ 35થી 40 લાખ રૂપિયા વાર્ષિક

સાચો પગારઃ  શૂન્ય

મેટ્રોમોનિયલ સાઈટ પર સંદીપ મિશ્રા ઉર્ફે વિહાન શર્મા પોતાની જાળ પાથરતો. જેમાં યુવતીઓ તેનો હોદ્દો અને પગાર જોઈને આકર્ષિત થઈ જતી. અમદાવાદની યુવતીએ પણ આવી જ રીતે વિહાનનો સંપર્ક કર્યો હતો. ગૂગલમાં એચઆર મેનેજરનું પદ અને સારા પરિવારનો લાગતા યુવતીએ તેનો સંપર્ક કર્યો હતો. સંપર્ક થયા બાજ આ યુતતીએ સારા ભવિષ્યના સપના જોયા તો બીજી તરફ સંદીપે વધુ એક યુવતીને જાળમાં ફસાવાની ખુશી મનાવી.

ધીમે-ધીમે સમય પસાર થયો. વિહાને યુવતીને મીઠી-મીઠી વાતો કરીને ફસાવી લીધી. યુવતી જ્યારે જ્યારે તેને કઈ પૂંછતી તો તેણે જાણે પહેલાંથી જ આયોજન કરી રાખ્યું હોય એમ ખોટું પણ એવા વિશ્વાસથી બોલતો કે યુવતી તુરંત જ તેની વાત માની લેતી. પોતાના પરિવાર વિશે વિહાને યુવતીને કહ્યું હતું કે, તેના પિતા બેંકમાં નોકરી કરે છે. તેણે પરિવારમાં એક બહેન પણ હોવાનું જણાવ્યું હતું જે દુબઈમાં હોવાનું કહી રહ્યો હતો.

યુવતીને વિશ્વાસમાં લીધા બાદ હવે તેને પોતાની હવસ સંતોષવી હતી. થોડા દિવસ પહેલાં તે અમદાવાદ આવ્યો. યુવતીને કહ્યું કે તે એલિસબ્રિજ વિસ્તારમાં એક હોટલમાં રોકાવાનો છે. યુવતીને પણ તેને ત્યાં બોલાવી. પોતાના ભાવિ પતિને મળવાની આશાએ યુવતી મનમાને મનમાં હરખાઈ રહી હતી. તે યુવક સાથે હોટલમાં ગઈ. જ્યાં ફરી વિહાને મીઠી-મીઠી વાતો કરી. લગ્નની લાલચ આપી અને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા.

હોટલનું બિલ યુવતી પાસે અપાવ્યું

યુવતી સાથે સંબંધ બાંધ્યા બાદ હવે તેને હોટલમાંથી અને યુવતીના જીવનમાંથી નીકળવું હતું. એટલે ફરી યુવતીને વાતોમાં ફસાવી અને ત્યાંથી નીકળવાનું આયોજન કર્યું. પોતે હોટલનું બિલ કાર્ડથી ન ચુકવી શકવાનું કહીં યુવતી પાસેથી જ હોટલના બિલના રૂપિયા લીધા. હોટલમાંથી નીકળ્યા બાદ તે યુવતીના જીવનમાંથી પણ નીકળી ગયો. ત્યારબાદથી યુવતી તેનો સંપર્ક જ ન કરી શકી.

યુવતીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવી

યુવતીએ વિહાનનો સંપર્ક કરવાની ખુબ કોશિશ કરી પરંતુ તેનો કોઈ સંપર્ક ન થતાં આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો. સાઈબર ક્રાઈમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપી વિહાનનું લોકેશન ટ્રેશ કર્યું અને તેને સોમનાથથી ઝડપી લીધો. વિહાનનને ઝડપ્યા બાદ તેનો ગુનાહિત ઈતિહાસ બહાર આવ્યો જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. પૂછપરછમાં વિહાનનું સાચુ નામ સંદિપ મિશ્રા હોવાનું સામે આવ્યું જે મૂળ હરિયાણાનો વતની છે. એટલું જ નહીં પોતાને ગૂગલમાં એચઆર મેનેજર ગણાવતો વિહાન હકીકતે માત્ર બીએ પાસ જ હોવાનું સામે આવ્યું.

2017માં પત્ની સાથે છૂટાછેડા લીધા

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે સંદીપ ડાયવોર્સી છે. 2017માં સંદીપ શર્મા ઉર્ફે વિહાને પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતા. છેલ્લા કેટલાય સમયથી તે આવી રીતે યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. લગ્ન અંગેના ડિજિટલ પ્લેટફોર્મ પર તે પોતાને વિહાન શર્મા, સંદીપ શર્મા તેમજ અન્ય ખોટા નામે પોતાની ઓળખ આપતો હતો.

સંદીપ ઉર્ફે વિહાનના કાળા કારનામા

તપાસ દરમિયાન વિહાનના ફોનમાંથી અઢળક યુવતીઓના બિભત્સ ફોટો મળ્યા છે. આરોપી 50 જેટલી યુવતીઓને પોતાની જાળમાં ફસાવી ચુક્યો છે. શારીરિક સંબંધ બાંધતી વખતે તે યુવતીઓના ફોટા પોતાના મોબાઈલમાં પાડી લેતો હતો. ત્યારબાદ યુવતીઓ પાસેથી અલગ-અલગ બહાના બનાવી તેમજ બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવતો હતો. એક વાર સંપર્ક બાંધ્યા પછી વિહાન યુવતીઓ સાથે સંપર્ક તોડી નાખતો હતો. મોટાભાગની યુવતીઓ બદનામીના ડરથી સામે નથી આવી. જો કે, અમદાવાદની યુવતીએ હિમ્મત કરી વિહાનને જેલના સળિયા ગણતો કરી દીધો છે. આગામી સમયમાં વિહાન અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments