Homeદે ઘુમા કેઓસ્ટ્રેલિયાને છેલ્લી ટેસ્ટમાં આ ખેલાડીઓએ ધોળા દિવસે તારા બતાવી દીધા

ઓસ્ટ્રેલિયાને છેલ્લી ટેસ્ટમાં આ ખેલાડીઓએ ધોળા દિવસે તારા બતાવી દીધા

Team Chabuk-Sports Desk : ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની સિરીઝની અંતિમ મેચ ભારતે જીતી અને સિરીઝ પણ પોતાના નામે કરી લીધી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ધરતી પર વધુ એક ઈતિહાસ રચી દીધો. જીતનો શ્રેય પુરી ટીમને જ જાય છે. પરંતુ આ જીતમાં પંત, વોશિંગ્ટન સુંદર, પુજારા અને ગીલે મહત્વનું કામ કર્યું છે. ભારતીય બોલર્સ સિરાજ અને શાર્દુલ ઠાકુર પણ બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા પર ભારે પડ્યા. વાત કરીએ છેલ્લી ટેસ્ટ મેચમાં જીતના હીરોની.

અંજિક્ય રહાણે

રહાણે બીજી ઈનિંગમાં ભલે ખાસ રન કરી શક્યો પરંતુ તેની કેપ્ટનશીપના ચોક્કસ વખાણ કરવા પડે. જ્યારે ટીમના મુખ્ય ખેલાડીઓ બહાર બેઠા હતા એવા સમયે અંજિક્ય રહાણે નવી જ ટીમને લઈ મેદાને ઉતર્યો હતો. ટીમના ખેલાડીઓનો અંજિક્ય રહાણેએ આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ જ આત્મવિશ્વાસના કારણે ટીમે સફળતાનું શીખર સર કર્યા છે. છેલ્લી બે ટેસ્ટમાં અજિંક્ય રહાણેના નેતૃત્વએ એ સાબિત કરી બતાવ્યું કે તે મજબૂત કે નબળી કોઈ પણ ટીમ સાથે તે મેદાનમાં  ઉતરે જીત મેળવી જ લેશે.

શુભમન ગીલ

રોહિત શર્મા સાથે ગીલે ભારત તરફથી ઓપનિંગ કરી. હીટમેન રોહિત સસ્તામાં આઉટ થઈ ગયો. એ 21 બોલ પર 7 રન જ બનાવી શક્યો. રોહિત સસ્તામાં આઉટ થઈ જતાં ટીમ પર પ્રેશર આવ્યું. જો કે, આ દબાણને ગીલે પુજારા સાથે મળીને ખુબ સારી રીતે હેન્ડલ કર્યું. ગીલે નિરાશ થયા વગર જવાબદારી પોતાના ખભે ઉઠાવી અને પુજારા સાથે મળીને ટીમ માટે 114 રન ઉમેર્યા. આમ, શરૂઆતનું દબાણ હળવું થયું. જો કે, ગીલ સદી ન પુરી કરી શક્યો. તે 146 બોલ રમ્યો જેમાં તેણે 2 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 91 રન નોંધવ્યા. 91 રને તે નાથન લાયનનો શિકાર બન્યો હતો.

ચેતેશ્વર પૂજારા

પૂજારાએ પહેલાં ગીલ અને બાદમાં રહાણે સાથે રમતને આગળ વધારી હતી. એક તરફ શુભમન ગીલ રન બનાવી ટીમને લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યો હતો. બીજી તરફ પૂજારાએ વિકેટ ટકાવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેની ધીમી બેટિંગથી ઓસ્ટ્રેલિયાઈ બોલર્સનો આત્મવિશ્વાસ ડગી રહ્યો હતો. પૂજારાએ ઈનિંગ દરમિયાન 7 ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા.  પૂજારાની ટેસ્ટ કારકીર્દિની આ 28મી ફિફ્ટી છે. જે તેના કેરિયરની સૌથી ધીમી ફિફ્ટી છે. પૂજારાએ 196 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા.

ઋષભ પંત

જ્યારે ટીમને એક મજબૂત ઈનિંગની જરૂર હતી ત્યારે જ ઋષભ પંતના બેટમાંથી 89 રન નીકળ્યા છે. ભારતની જીતમાં સૌથી વધુ મહત્વનુ યોગદાન પંતે આપ્યું. છેલ્લે સુધી તે અણનમ રહ્યો. રહાણેના આઉટ થયા બાદ મયંક અગ્રવાલ પણ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. આવા સમયે પંતે વોશિંગ્ટન સુંદર સાથે મળીને ઓસ્ટ્રેલિયાઈ ટીમને ધૂળ ચટાડી હતી. પંતે આ ઈનિંગ સાથે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. પંતે 27 ઈનિંગમાં 1 હજાર રન પુરા કરી ધોનીનો રેકોર્ડ તોડ્યો છે.  ધોનીએ વિકેટકીપર તરીકે 32 ઈનિંગમાં 1 હજાર રન પૂરા કર્યા હતા. શાહાએ આ કામ 37 ઈનિંગમાં પુરૂ કર્યું છે.

મોહમ્મદ સિરાઝ

મોહમ્મદ સિરાઝે બીજી ઈનિંગમાં ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાઈ પ્લેયરના પગ પીચ પર ન ટકવા દીધા. સિરાઝે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના પાંચ બેટ્સમેનને પવેલિયનનો રસ્તો બતાવ્યો. સિરાઝે કુલ 19.5 ઓવરમાં 73 રન આપી 5 વિકેટ ઝડપી અને 5 મેડન ઓવર પણ નાખી.

શાર્દુલ ઠાકુર

શાર્દુલે પણ સિરાઝનો સાથ આપ્યો હતો. શાર્દુલે પણ કાંગારૂ ટીમના 4 ખેલાડીઓને શિકાર બનાવ્યા હતા. શાર્દુલે ઓસ્ટ્રેલિયાના મુખ્ય બેસ્ટમેનને આઉટ કરીને ટીમને મોટા સ્કોર તરફ જતાં રોક્યા હતા. ઈનિંગમાં શાર્દુલે કુલ 19 ઓવર નાખી જેમાં તેણે 61 રન આપ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments