Team Chabuk-Gujarat Desk: ૭૨માં વન મહોત્સવ ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા કક્ષાનો વનમહોત્સવ કાર્યક્રમ, વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કાર્યક્રમ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ વૃક્ષપ્રેમી સંસ્કૃતિ છે. છોડમાં રણછોડ છે એમ આપણે વૃક્ષોની પૂજા પણ કરીએ છીએ. કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. ત્યારે લોકોએ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવુ જોઇએ. વૃક્ષારોપણ માટે રાજ્ય સરકારે સાંસ્કૃતિક વનો વિકસાવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં જનભાગીદારીથી, શાળા કોલેજો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાનમાં યુવાનો ખાસ જોડાય તે જરૂરી છે.
પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, વૃક્ષ વગરની જીવસૃષ્ટિ કલ્પી શકાય નહીં. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ. પ્રદૂષણ અટકાવવા માટે આપણે વૃક્ષો વાવવા જોઇએ. ગામડાઓ, શહેરો વૃક્ષોથી લીલાછમ રહે તે માટે વનવિભાગ દ્વારા રોપા વિતરણ કરવામાં આવે છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ કહ્યુ કે, ભારતીય સંસ્કૃતિ વૃક્ષપ્રેમી સંસ્કૃતિ છે તુલસીની પુજા અર્ચના કરીને આપણી સવાર થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં જનભાગીદારીથી વૃક્ષારોપણ થાય તે માટે રાજ્ય સરકારનુ વન વિભાગ કાર્યરત છે.
IFS ગીર પશ્ચિમ રેન્જ જુનાગઢ ડૉ. ધીરજ મિત્તલે કહ્યું કે, ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા સામાજિક વનીકરણની યોજનાઓ કાર્યરત છે. જે અંતર્ગત જુદા જુદા સ્થળોએ વૃક્ષો ઉછેરવામાં આવે છે. લોકો સરકારના આ અભિયાનમાં જોડાઇ અને વધુ વૃક્ષો વાવી તેનુ જતન કરે તે જરૂરી છે. સ્વાગત પ્રવચનમાં નાયબ વન સંરક્ષક ડી.જે.પંડ્યાએ પોરબંદર જિલ્લા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અંતર્ગત કામગીરી, વૃક્ષોની સંખ્યા, વૃક્ષોનું મહત્વ, રોપા વિતરણ અંતર્ગત કામગીરી વિષે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લામાં મારુતિનંદન વન કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ત્યાર બાદ સરદાર પટેલ રમત સંકુલના પ્રટાંગણમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંતશ્રી મુળુભાઇ બેરાએ પોરબંદર શહેરમાં રોપા વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાવી પોરબંદર જિલ્લાવાસીઓ વધુને વધુ વૃક્ષો વાવે તેવી અપીલ કરી હતી.
વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, તાલુકા પંચાયત પ્રમુખ પોરબંદર પ્રતાપભાઈ કેશવાલા, તાલુકા પંચાયત પ્રમુખ રાણાવાવ સામતભાઈ ઓડેદરા, પુર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરા, સહિત મહાનુભાવો, જિલ્લા વહીવટીતંત્ર તથા વન વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ એ.બી.સરવૈયાએ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત