Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે નોટ આઉટ 180 રન બનાવી શાનદાર ફોર્મ અને સાતત્યપૂર્ણ પ્રદર્શનના સહારે એક સમયે મેચમાં પકડ મજબૂત જમાવી ગયેલી ભારતીય ટીમની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. બીજી ટેસ્ટના ત્રીજા દિવસે કારકિર્દીની બાવીસમી સેન્ચુરી ફટકારતા ઈંગ્લેન્ડે મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ સાથે જ ભારતની સામે 391 રન બનાવીને 27 રનની લીડ પણ ટીમે મેળવી લીધી છે. રુટે 321 બોલ પર 18 ચોગ્ગાઓની મદદથી અણનમ 180 રન બનાવ્યા છે. રુટે આ સિરીઝમાં પ્રથમ અને ભારતની વિરૂદ્ધ સાતમી સેન્ચુરી ફટકારી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડે શનિવારના રોજ ત્રણ વિકેટના નુકસાન પર 119 રનથી આગળ રમતની શરૂઆત કરી હતી. રુટે જ્હોની બેયરસ્ટો (57)ની સાથે ચોથી વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતી બોલરમાં સિરાઝે 94 રન આપી ચાર વિકેટ લીધી હતી. જ્યારે ઈશાંત શર્માને ત્રણ અને શમીને બે વિકેટ મળી છે.
રુટે પોતાની બાવીસમી સેન્ચુરી 82મી ઓવરમાં ફટકારી હતી. આ સાથે જ તેણે સેન્ચુરીના રેકોર્ડમાં પૂર્વ કેપ્ટન એન્ડ્રૂ સ્ટ્રાસની 21 સેન્ચુરીના રેકોર્ડને તોડી નાખ્યો હતો. હવે ઈંગ્લેન્ડના બેટ્સમેનોમાં તે ઈયાન બેલ, જ્યોફ્રી બાયકાટ, કોલિન કાઉડ્રે અને વેલ્ટર હેમન્ડની સાથે સંયુકત રૂપથી ત્રીજા સ્થાન પર છે. ટોચના સ્થાન પર એલિસ્ટયર કૂક 33 સેન્ચુરી અને બીજા સ્થાન પર કેવિન પીટરસન 23 સેન્ચુરી સાથે છે.
પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરી ફટકાર્યા બાદ રુટે વધુ એક વખત ભારતીય ફાસ્ટ બોલર્સનો મજબૂતીથી સામનો કર્યો હતો. ત્રીજા દિવસની શરૂઆતથી જ રૂટે ભારતીય બોલર્સની સામે શાનદાર પ્રદર્શન કરતા તેમને આઉટ કરવાની એક પણ તક નહોતી આપી.
રુટે મેચ અને સત્રની શરૂઆત થતાં મોહમ્મદ સિરાઝ પર સ્ક્વાયર ડ્રાઈવથી ચોગ્ગો ફટકાર્યો હતો, આ ચોગ્ગાની સાથે તે સિરીઝમાં સતત ત્રીજી વખત 50થી વધારે રનના સ્કોર કરવા પર પહોંચી ગયો હતો. રુટને સામે બેયરસ્ટોની સાથે ભાગીદારી મળી જતાં કાંકરે કાંકરે પાળ બાંધવા લાગ્યાં હતાં. રુટે પોતાની 22મી સેન્ચુરી પૂર્ણ કરી અને સામેની બાજુ ભારતીય ટીમના હાથમાં નિરાશા સિવાય કંઈ નહોતું આવ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત