Homeગુર્જર નગરીDiwali 2022: અમદાવાદ પોલીસ કમિશનરનું દિવાળીને લઈ જાહેરનામું, આટલા વાગ્યા સુધી જ...

Diwali 2022: અમદાવાદ પોલીસ કમિશનરનું દિવાળીને લઈ જાહેરનામું, આટલા વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશો, જાણો

Team Chabuk-Gujarat Desk: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં રાત્રીના 08 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધ ધોષિત થયેલ છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરી શકાશે નહી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments