Team Chabuk-Political Desk: ચાણસ્મા વિધાનસભા બેઠકને લઈને કોંગ્રેસના 16 ટિકિટ ઇચ્છુક ઉમેદવારોએ સ્થાનિક ઉમેદવારને શપથ લેવડાવ્યા હતા. શપથ લેનારા 16 ઉમેદવારોમાંથી જો કોઈપણ ઉમેદવાર ફૂટશે તો ગોગા મહારાજ પહોંચશે તેવી સોગંધ આપીને બાંધ્યા હતા. ચાણસ્માના સ્થાનિક ઉમેદવાર લાલભાઈ પટેલે શપથ લેવડાવ્યા હતા.
ચાણસ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ચાણસ્મા વિધાનસભાના ચાર તાલુકાના કોંગ્રેસના ચાલુ હોદેદારો સહિત હારેલા જીતેલા તમામ આગેવાનોની હાજરીમાં સંમેલન સાથે સ્થાનિકને ટિકિટની માંગ સાથે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ બેઠક પર વર્ષોથી આયાતી ઉમેદવાર મૂકવામાં આવે છે જેથી આ વખતે સ્થાનિક ઉમેદવાર મૂકવામાં આવે તેવી ઉઠી માંગ ઉઠવા પામી છે.
પાટણમાં કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેને લઈ અગાઉ પણ એક જાહેરસભામાં માગ ઉઠી હતી. પાટણના રાધનપુરમાં કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ ઉઠી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે એક પણ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી છતા વિવિધ બેઠક પર પહેલાથી ઉમેદવારોનો કકળાટ શરૂ થઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત