Homeગુર્જર નગરીTET-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી ફોર્મ ભરવાની શરુઆત થશે,...

TET-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી ફોર્મ ભરવાની શરુઆત થશે, જાણો

Team Chabuk-Gujarat Desk: શિક્ષણમંત્રી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. સાડા ત્રણ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી શિક્ષણ વિભાગ તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર રહેશે. જ્યારે ઉમેદવારોએ 7 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન ફી ભરવાની રહેશે.

શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે ત્યારે વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નહોતી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા છે ત્યારે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

17 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી 5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારો નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારો 7 ડિસેમ્બર, 2022થી 12 ડિસેમ્બર, 2022 સુધી લેટ ફી ભરી શકશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરીશું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments