Homeસિનેમાવાદશ્વેતા તિવારીનું નિવેદન: ‘મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે.’ પણ એ...

શ્વેતા તિવારીનું નિવેદન: ‘મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે.’ પણ એ ભગવાન નહીં જે તમે માનો છો

Team Chabuk-Cinema Desk: બિગ બોસ સિઝન-4ની વિજેતા અને અભિનેત્રી શ્વેતા તિવારીનો દેશભરમાં તેના બ્રાના નિવેદનને લઈ વિરોધ થઈ રહ્યો છે. શ્વેતાએ ભોપાલમાં મીડિયાની સામે કહ્યું હતું કે તેની બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે. જેના પર મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે ભોપાલના પોલીસ કમિશ્નરને 24 કલાકમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા અંગે કહ્યું છે.

26મી જાન્યુઆરીએ બની ઘટના

શ્વેતા તિવારી ફેશન સાથે સંલગ્ન એક વેબ સિરીઝની તૈયારી અને પ્રમોશનને લઈ પ્રોડક્શન ટીમની સાથે 26મી જાન્યુઆરીના રોજ ભોપાલ આવી હતી. હોટલમાં મીડિયાની સામે તેણીએ આ નિવેદન આપ્યું હતું. આ વેબ સિરીઝનું શૂટિંગ ભોપાલમાં થવાનું છે. શહેરની એક હોટલમાં શ્વેતાનું ઈન્ટર્વ્યૂ થઈ રહ્યું હતું. જે ભગવાનની તે વાત કરી રહી છે, એ આ પ્રોજેક્ટમાં તેમના કો-સ્ટાર એક્ટર સૌરભ રાજ જૈન છે. મંચ પર શ્વેતાની સાથે અભિનેતા કંવલજીત, સૌરભ રાજ જૈન, રોહિત રોય અને દિગાંગના સૂર્યવંશી હાજર હતી. આ તમામ સ્ટાર્સ ભોપાલમાં શૂટ થનારી વેબ સિરીઝ શોસ્ટોપર માટે પ્રમોશન અને એનાઉન્સમેન્ટ કરવા આવ્યા હતા. તમામ કલાકારો સિરીઝમાં સાથે કામ કરી રહ્યા છે.

વાત કંઈક આવી છે

સિરીઝમાં એક પાત્ર બ્રા ફિટરનું છે. જેને સૌરભ પ્લે કરી રહ્યો છે. અભિનેતા આ પૂર્વે મહાભારત સિરીયલમાં ભગવાન શ્રીકૃષ્ણનો રોલ પ્લે કરી ચૂક્યા છે. જેને લઈ મંચનું સંચાલન કરનારા સાહિલે પૂછ્યું હતું કે અત્યાર સુધી ભગવાનનો રોલ પ્લે કરતા હતા અને હવે સીધા બ્રા ફિટરનું પાત્ર કરી રહ્યા છો. જેની વચ્ચે શ્વેતાએ હસતા હસતા કહ્યું હતું કે, સીરીઝમાં ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે.

હસી-મજાક ભારે પડી ગઈ

વાતચીત વચ્ચે હસી મજાકમાં શ્વેતા તિવારીને વચ્ચે ડબકૂ મારવું ભારે પડી ગયું છે. એ સમયે મંચ પર ઉપસ્થિત અભિનેતાઓએ આ વાતને મજાકમાં ઉડાવી દીધી હતી, પરંતુ ખબર નહોતી કે એ આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે. વીડિયો વાઈરલ થયા બાદ કેટલાય લોકોની લાગણી દુભાઈ છે. નિવેદન વાઈરલ થતા જ સંસ્કૃતિ બચાવો મંચના કાર્યકર્તાઓએ ગુરૂવારે ભોપાલમાં અભિનેત્રીના પોસ્ટર સળગાવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments