Team Chabuk-Gujarat-Desk : અમદાવાદના ઘાટલોડિયામાં ડોક્ટરની પત્નીની આત્મહત્યા મામલે પોલીસે ડો.હિતેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે. ઘાટલોડિયામાં 42 વર્ષીય મહિલાએ આત્મહત્યા પહેલા 18 પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેના પતિ અને સાસુ-સસરા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું. મહિલાની સુસાઈડ નોટના આધારે પોલીસે મહિલાના સાસુ-સસરા અને તેના પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ડોક્ટર હિતેન્દ્ર અમદાવાદમાં ઓર્થોપેડિક સર્જન છે.
સુસાઈડ નોટમાં શું હતું ?
સુસાઈડ નોટમાં મહિલાએ તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુસાઈટ નોટમાં તેણે લખ્યું છે કે, પતિ તેના પર સૃષ્ટીવિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. અવાર નવાર નશાની દવા પીવડાવી અચેતન અવસ્થામાં પતિ અપ્રાકૃતિક રીતે શારીરિક સંબંધ બાંધતો હતો. અર્ધબેભાન હાલતમાં જ પતિ તેના પર અત્યાચાર કરતો હોવાનો પત્નીએ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ સાસુ સસરા પર પણ દહેજ માગવાનો આરોપ લગાવ્યો છે. સાસુ અને સસરા પર આરોપ છે કે તેઓ 50 લાખ રૂપિયા અને 50 તોલા સોનાની માગણી કરતા હતા. આ જ કારણોસર અવારનવાર તેમની વચ્ચે બોલાચાલી થતી હતી.
મહિલાએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે, લગ્નના થોડા મહિના બાદ જ તેના સાસુ અને સસરાએ હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. દહેજ ન મળતા અવાર-નવાર સાસુ સસરા ટોણા પણ મારતા હતા. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તે તેના સાસુ-સસરાની ફરિયાદ તેના પતિને કરતી ત્યારે તે પણ તેની સાથે મારઝુડ કરતો.
મૃતક મહિલા અને હિતેન્દ્ર લગ્નની એક ઓનલાઈન વેબ પોર્ટલ દ્વારા મળ્યા હતા. 2020માં જ બંનેના લગ્ન થયા હતા. થોડા સમયથી મહિલા તેના પિયરમાં રહેતી હતી. 9 ફેબ્રુઆરી મહિલા હિતેન્દ્રના ઘરે પહોંચી અને ત્યાં જ ઝેરી દવા પી લીધી હતી. મહિલાનાં મૃતદેહ પાસેથી જ 18 પાનાની સુસાઈડ નોટ પણ મળી હતી.
મૃતક મહિલાનાં પિતાએ કહ્યું કે, ડિસેમ્બર મહિનાથી જ તે અને હિતેન્દ્ર બંને અલગ રહેતા હતા. ડિસેમ્બર મહિનાથી જ મહિલા તેના પિતા પાસે જ રહેતી હતી. આત્મહત્યા પહેલાં એ હિતેન્દ્રને મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી. બંને વચ્ચે શું વાત થઈ તે જાણી શકાયું નથી પરંતુ ત્યાંથી તે હિતેન્દ્રના ઘરે પહોંચી હતી અને દવા પી લીધી હતી. દવા પીધી હોવાની જાણ થતાં તેને તાત્કાલિક સોલા સિવલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તબીબે તેને મૃત જાહેરી કરી હતી.
હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શકયતા છે. મૃતક મહિલાના પરિવારે આરોપીને કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત