Homeગુર્જર નગરીદિવાળી પહેલા રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટ, એક મહિનો રાત્રિ કર્ફ્યૂ 1 વાગ્યાથી...

દિવાળી પહેલા રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટ, એક મહિનો રાત્રિ કર્ફ્યૂ 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે

Team Chabuk-Gujarat Desk: દિવાળીના તહેવાર પહેલાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપી છે. રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે ઘટી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં વધુ છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી એક મહિનો રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ રહેશે. રાજ્યના આઠ મહાનગરપાલિકામાં હાલ કર્ફ્યૂ લાદવામાં આવેલો છે. રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ અમલી છે.

તહેવારોને ધ્યાને રાખીને હવે 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ રાત્રિ કર્ફ્યૂ અમલી રહેશે. આ સાથે જ સિનેમા હોલ તેમજ રેસ્ટોરન્ટના સમય અને ક્ષમતામાં પણ વધારો કરાયો છે. હવે સિનેમા 100 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે તેમજ હોટલ-રેસ્ટૉરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ નહીંવત સામે આવી રહ્યા છે. જેથી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં કે હાલમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે તેમાં બે કલાકની રાહત આપી 30 ઓક્ટોબરથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ દિવાળીની રજાઓમાં લોકો પરિવાર સાથે બહાર જમવા, ફરવા માટે જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને થિયેટરો 100 ટકા પ્રેક્ષકો તેમજ હોટલ-રેસ્ટૉરન્ટને 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.

આ સિવાય તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તેમજ નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલ્લા જગ્યા પર 400 વ્યક્તોઓ બોલાવી શકાશે. ઉપરાંત સ્પા સેન્ટરો નિયમ કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.

લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

તાજેતાજો ઘાણવો

દિવાળીના તહેવાર પહેલાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપી છે. રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે ઘટી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં વધુ છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી એક મહિનો રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ રહેશે. રાજ્યના આઠ મહાનગરપાલિકામાં હાલ કર્ફ્યૂ લાદવામાં આવેલો છે. રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ અમલી છે.

તહેવારોને ધ્યાને રાખીને હવે 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ રાત્રિ કર્ફ્યૂ અમલી રહેશે. આ સાથે જ સિનેમા હોલ તેમજ રેસ્ટોરન્ટના સમય અને ક્ષમતામાં પણ વધારો કરાયો છે. હવે સિનેમા 100 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે તેમજ હોટલ-રેસ્ટૉરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ નહીંવત સામે આવી રહ્યા છે. જેથી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં કે હાલમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે તેમાં બે કલાકની રાહત આપી 30 ઓક્ટોબરથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ દિવાળીની રજાઓમાં લોકો પરિવાર સાથે બહાર જમવા, ફરવા માટે જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને થિયેટરો 100 ટકા પ્રેક્ષકો તેમજ હોટલ-રેસ્ટૉરન્ટને 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.

આ સિવાય તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તેમજ નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલ્લા જગ્યા પર 400 વ્યક્તોઓ બોલાવી શકાશે. ઉપરાંત સ્પા સેન્ટરો નિયમ કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.

લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments