Team Chabuk-National Desk: મોંઘવારીના માર વચ્ચે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે 14.2 કિલોગ્રામના રાંધલ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આ હવેથી 19 કિલોગ્રામનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 2119.50 રૂપિયામાં મળશે. જ્યારે ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયામાં મળશે. વધેલા ભાવ આજથી જ લાગુ પડી જશે.
19 kg Commercial LPG cylinder prices increased by Rs 350.50 With this increase 19 kg commercial cylinder will cost Rs 2119.50 in Delhi. New rates are effective from today: Sources
— ANI (@ANI) March 1, 2023
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ 1060 જેટલો હતો જેમાં હવે 50 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 1110 રૂપિયા પર પહોંચી ગયો છે. લોકોએ હવેથી નવો સિલિન્ડર ભરાવતી વખતે 1110 રૂપિયા ચુકવવા પડશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત