Team Chabuk-Gujarat Desk: રાજ્યના બેરોજગારો અને સરકારી સેવામાં જોડવા માંગતા યુવાનો માટે ઉત્તમ તક આવી છે. સરકારી સેવામાં જોડવા માંગતા યુવાનો ઘણા ટાઈમથી આ તલાટીની ભરતીનો રાહ જોઈ રહ્યા હતા. રાજ્ય સરકારે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની અધધ… 3437 જગ્યા પર ભરતી બહાર પાડી છે. જે માટેના ફોર્મ તા.28 જાન્યુઆરી 2022થી ભરવાના શરૂ થઈ રહ્યા છે.
ક્યા બોર્ડ દ્વારા થશે તલાટીની ભરતી ?
છેલ્લી બે ભરતી જીલ્લા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ વખતે આખા રાજ્યમાં એકી સાથે તમામ જિલ્લાની સંયુક્ત ભરતી રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવશે. જેના કારણે ઉમેદવારોને વધુ જગ્યાનો લાભ મળશે.
કઈ કેટેગરીમાં કેટલી ભરતી?
રાજ્ય સરકાર દ્વારા તલાટી કમ મંત્રીની કુલ 3437 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં જનરલ કેટેગરી માટે 1557, EWS માટે 331, SEBC માટે 851, SC માટે 259 અને ST કેટેગરીમાં 439 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
કયા જિલ્લામાં કેટલી ભરતી?
રાજ્યમાં 3437 જગ્યા માટે બહાર પડેલી તલાટીની ભરતીમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 208 જગ્યા ભરવાપાત્ર છે. ત્યાર બાદ અમરેલીમાં 205 જગ્યા, જૂનાગઢમાં 191 જગ્યા, રાજકોટમાં 188 જગ્યા, જામનગરમાં 161 જગ્યા, ભરૂચમાં 164 જગ્યા, કચ્છમાં 159 જગ્યા જ્યારે ડાંગમાં 22 જગ્યા, પોરબંદર અને બોટાદમાં 44-44 જગ્યા સહિત રાજ્યના તમામ 33 જિલ્લામાં ભરતી થશે.

કઈ સાઈટ પર ભરાશે ફોર્મ?
- તલાટી કમ મંત્રીની ભરતી માટેના ફોર્મ
https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન ભરાશે.
તલાટી માટે કોણ કરી શકશે અરજી?
ધો.12 પાસ કે તેના સમક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર તલટીમાં અરજી કરી શકશે. આ ભરતી માટે વયમર્યાદા 18થી 36 વર્ષ નક્કી કરાઇ છે. આ ઉપરાંત મહિલાઓ અને અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં વધુ 5 વર્ષની છૂટ મળશે.
કેટલા માર્કનું પેપર તથા શું છે સિલેબસ?
- તલાટી કમ મંત્રીનું પેપર કુલ સો માર્કનું હશે. જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ – 50 માર્ક
- ગુજરાતી ભાષા અને વ્યાકરણ- 20 માર્ક
- ઈંગ્લીશ ભાષા અને ગ્રામર – 20 માર્ક
- General Mathematics 10 માર્કનું પૂછશે.
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ટોપિકમાં 10 મુદ્દાનો સમાવેશ
- General Mental Ability and General Intelligence.
- History of India and History of Gujarat.
- Cultural heritage of India and Gujarat.
- Geography of India and Geography of Gujarat
- Sports.
- Indian Polity and the Constitution of India. 7. Panchayati Raj.
- Welfare schemes of Gujarat State and Union Government.
- Indian Economy and Planning.
- General Science, Environment and Information & Communication Technology.
- Current affairs of Regional, National and International Importance.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત