Homeગુર્જર નગરીજૂનાગઢ: મેંદરડાના ખડપીપળી ગામે ચૂંટણીનું મનદુ:ખ રાખી યુવાનને મૂંઢ માર માર્યો

જૂનાગઢ: મેંદરડાના ખડપીપળી ગામે ચૂંટણીનું મનદુ:ખ રાખી યુવાનને મૂંઢ માર માર્યો

Team Chabuk-Gujarat Desk: ચૂંટણી પતી જાય છે પણ ચૂંટણીનો ખાર ખત્મ થતો નથી. આ વાક્યને સાર્થક કરતી એક ઘટના જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે બની છે. અહીં ચૂંટણીના મનદુ:ખનો ખાર રાખી, ધાક ધમકી આપી, એક યુવકને મૂંઢ માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે રહેતા વિજયભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની પોલીસ ફરિયાદ અનુસાર, રવિ, પિયૂષ અને એક અજાણ્યા શખ્સે ચૂંટણીનો ખાર રાખી તેમને આડેધડ મૂંઢ માર માર્યો હતો અને ઉપરથી ગાળો પણ ભાંડી હતી.

મૂંઢ માર મારી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિજયભાઈએ મેંદરડા પોલીસ સ્ટેશને ત્રણ શખ્સોની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments