Homeગુર્જર નગરીહવે ગુજરાતનો ખેડૂત પણ ડ્રોનથી દવા છાંટવા લાગ્યો, વિશ્વાસ ન આવતો હોય...

હવે ગુજરાતનો ખેડૂત પણ ડ્રોનથી દવા છાંટવા લાગ્યો, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ

Team Chabuk-Gujarat Desk: ખેતીમાં આધુનિકતા એ સમયની માંગ છે. વિકાસ સાધવા માટે સમય સાથે બદલાવ જરૂરી છે. ત્યારે ગુજરાતનો ખેડૂત હવે ખેતી ક્ષેત્રે બદલાવ લાવી રહ્યો છે. કંઈક નવું કરવાની ખેડૂતોમાં જે ધગશ દેખાઈ રહી છે તેનાથી ખેડૂત પોતાની આવકને વધારી રહ્યો છે. ખેતીમાં આધુનિક ટેક્નોલોજીનો સહારો લઈને ખૂબ જ ઝડપથી અને ઓછા ખર્ચે કામ કરી શકાય છે. ખેતી ક્ષેત્રે ખેડૂતો દ્વારા અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જે ઘણા અંશે સફળ પણ રહ્યા છે. ત્યારે ભાવનગરના એક ખેડૂતે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

ભાવનગર જિલ્લાના નાની કામરોલ ગામના એક ખેડૂતો દવા છાંટવા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ખેતરમાં ઉભા પાક પર ડ્રોન મારફતે દવા છંટકાવ કરવાનો પ્રયોગ નાની કામરોલ ગામના ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે. ડ્રોન થકી 3 દિવસમાં 700 વિઘાના કપાસના પાકમાં દવા છાંટવામાં આવી છે. હાલ આ ખેડૂત દ્વારા પ્રયોગ માટે ડ્રોનથી દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રયોગના સકારાત્મક પરિણામ મળશે અને સફળતા મળશે તો તે અંગેની ટેક્નોલોજી વિકસાવવામાં આવશે.

હાલ ખેતીમાં મજરો ન મળવાની સમસ્યા ઠેર ઠેર ઉદભવી રહી છે. ખેડૂતોને સમયસર મજૂરો ના મળતાં હોવાથી ખેતી કામમાં અનેક અડચણો આવી રહી છે ત્યારે ભાવનગરના નાની કામરોલ ગામે ડ્રોન દ્વારા દવાનો છંટકાવનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ડ્રોનની નીચે એક નાનકડી ટાંકી બનાવવામાં આવી છે જેમાં દવાનું દ્રાવણ બનાવીને ભરી દેવામાં આવે છે અને પછી ડ્રોન ખેતરમાં ઉડાડીને દવાનો છંટકાવ કરવામાં આવે છે. હાથમાં રિમોટથી ડ્રોનનું સંચાલન કરીને એક વ્યક્તિ જ આખા ખેતરમાં દવાનો છંટકાવ કરી શકે છે.

ડ્રોનથી દવાનો છંટકાવ કરવાનો ફાયદો એ છે કે, દવા છાંટવા માટે ખભ્ભે વજનદાર પંપ ઉચકવો પડતો નથી. આ ઉપરાંત પમ્પ લઈને દવા છાંટવા કરતાં ઝડપથી ડ્રોન મારફતે દવાનો છંટકાવ થઈ જાય છે. મજૂરી બચી જાય છે. ડ્રોનથી દવાનો છંટકાવ કરવાની પદ્ધતિ વિદેશોમાં શરૂ થઈ ગઈ છે. વિકસિત દેશોમાં હાલ ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરવાનું શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાત અને આપણા દેશમાં આ પદ્ધતિ હજુ નવી છે. હજુ પણ આપણે ત્યાં ખેડૂતો ખભ્ભે પંપ ટાંગીને દવાનો છંટકાવ કરતાં જોવા મળે છે. ત્યારે ભાવનગરના નાની કામરોલ ગામે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવાનો આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જો આ પ્રયોગ સફળ રહે છે તો ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકશે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments