Team Chabuk-National Desk: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા પર કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપસર ગાળિયો કસાઈ રહ્યો છે. આયોસિસ સ્લિમિંગ સ્કિન સલૂન અને સ્પા નામથી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીએ કંપની ખોલી હતી. તેની શાખા રાજધાનીમાં ખોલવાના નામ પર કંપનીના જવાબદાર અધિકારીઓએ કેટલાય લોકોનો સંપર્ક કર્યો હતો. તેમની પાસેથી સેન્ટર આપવાના નામ પર કરોડો રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનામાં વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં ઓમેક્સ હાઈટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણ અને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં રોહિત વીરસિંહે છેતરપિંડી થઈ હોવાનો કેસ ફાઈલ કર્યો છે. બંને ઘટનાઓની આલોચનાએ વેગ પકડ્યો છે. જેમાં શિલ્પા અને તેની માતા સુનંદાની ભૂમિકા સામે આવી રહી છે. આ ઘટનામાં હજરતગંજ પોલીસે જ્યાં એક મહિના પહેલા નોટિસ મોકલી હતી, ત્યાં વિભૂતિખંડ પોલીસની ટીમ પણ નોટિસ માટે પહોંચી છે. બીજી બાજુ ડીસીપી પૂર્વીની એક વિશેષ ટીમ અલગથી તપાસ કરવા માટે મુંબઈ પહોંચી ચૂકી છે. તપાસમાં ભૂમિકા સ્પષ્ટરૂપથી સામે આવશે તો બેઉંની ધરપકડ કરવામાં આવી શકે છે.
વિભૂતિખંડ પોલીસ ક્ષેત્રના ઓમેક્સ હાઈટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણે ગત વર્ષે જૂન મહિનામાં કેસ ફાઈલ કર્યો હતો. જેમાં આરોપ લગાવાવમાં આવ્યો હતો કે તેમની પાસેથી વેલનેસ સેન્ટર ખોલવાના નામ પર આયોસિસ કંપનીના કિરન વાવા, વિનય ભસીન, અનિકા ચતુર્વેદી, ઈશરફિલ, નવનીત કૌર, આશા, પુનમ ઝા સહિત કેટલાય લોકોએ દોઢ કરોડ રૂપિયાની વસૂલી કરી હતી.
બીજી બાજુ સેન્ટર ખોલવા માટે કંપનીના લોકોએ જ સામાન મોકલ્યો હતો. જેના બદલામાં રૂપિયાની વસૂલી કરી હતી. જે માટે કેટલાય નકલી દસ્તાવેજનો ઉપયોગ કર્યાનો પણ આરોપ લાગ્યો છે. સેન્ટરના ઉદ્ધાટનમાં પણ સેલિબ્રિટીના આવવાની વાત કહેવામાં આવી હતી. જોકે ઉદ્ધાટનના થોડા સમય પહેલા જ આ વાતનું પણ બાષ્પીભવન થઈ ગયું હતું. પીડિતના જણાવ્યા અનુસાર કંપનીએ તેને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે કેસ ફાઈલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હજરતગંજ પોલીસ સ્ટેશનમાં રોહિત વીરસિંહે પણ કેસ ફાઈલ કર્યો છે. જે અંગે શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાને પોલીસે એક મહિના પહેલા જ નિવેદન ફાઈલ કરવા માટે નોટીસ પાઠવી હતી. જોકે બંનેએ પોતાનું નિવેદન ફાઈલ નહોતું કરાવ્યું. જલ્દી જ હજરતગંજ પોલીસ આ અંગે નિવેદન નોંધવા માટે મુંબઈ આવી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત