Homeદે ઘુમા કેIND vs AUS Final : ફાઈનલમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ,...

IND vs AUS Final : ફાઈનલમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ, જાણો કેટલા કરોડ મળ્યા ?

Team Chabuk-Sports Desk: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023 મા ઓસ્ટ્રેલિયાએ જીત પોતાને નામ કરી છે. જબરદસ્ત પ્રદર્શન સાથે ટોપ પર રહેલા ઓસ્ટ્રેલિયા અને બીજા નંબર પર રહેલ ભારતીય ટીમ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 209 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટાઇટલ કબજે કર્યું. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 209 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાને કરોડો રૂપિયાની ઈનામી રકમ મળી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પ્રાઈઝ મની

ઓસ્ટ્રેલિયા – રૂ. 13.2 કરોડ
ભારત – રૂ. 6.5 કરોડ
દક્ષિણ આફ્રિકા – રૂ. 3.72 કરોડ
ઈંગ્લેન્ડ – રૂ. 2.89 કરોડ
શ્રીલંકા – રૂ. 1.65 કરોડ

444 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ અંતિમ દિવસના પ્રથમ સેશનમાં જ 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં કોઈપણ ભારતીય બેટર 50+ રન બનાવી શક્યો નહોતો. વિરાટ કોહલી (49 રન) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ લંડનના ઓવલ મેદાન પર 270/8 પર તેનો બીજો દાવ ડિકલેર કર્યો અને ભારતને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન લાયન, મિચેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડ

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments