Team Chabuk-Gujarat Desk: રાજકોટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે રાજકોટના ખાતામાં વધુ એક સિદ્ધિ ઉમેરાવા જઈ રહી છે. ગુજરાતમાં શહેરી વિસ્તારનો સૌથી પહોળો રોડ રાજકોટ શહેરમાં બનવા જઈ રહ્યો છે, એ પણ રાજકોટ શહેરના હાર્દ સમા અને 24 કલાક ધમધમતા વિસ્તારમાં. રાજકોટના કાલાવડ રોડને સિક્સલેન કરવામાં આવશે. રાજકોટ શહેરમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા કાલાવડ રોડ પર જોવા મળે છે. ત્યારે રાજકોટ મનપાએ કાલાવડ રોડને પહોળો કરીને સિક્સલેનનો બનાવવાનો નિર્ણય લીધો છે.
કાલાવડ રોડ પર કેકેવી હોલથી મોટામવા સ્મશાન અને મોટામવા સ્મશાનથી અવધ રોડ સુધી 5 કિલોમીટરના રોડને 45 મીટર પહોળો કરી સિક્સલેન બનાવવાનું આયોજન છે. જેમાં 120 મિલકત કપાતમાં આવતાં તમામ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વાંધા અરજી સામે ફરી હિયરિંગ થશે. હાલ આ રોડ 30 મીટરનો છે જેને 15 મીટર વધુ પહોળો કરીને કુલ 45 મીટરનો રોડ કરવામાં આવશે.
અગાઉ આ કામ રૂડા હસ્તક હતું, પરંતુ મોટામવાનો રાજકોટ શહેરમાં સમાવેશ થઈ જતાં હવે આ સંપૂર્ણ કામ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવશે. કેકેવી હોલ અને જડ્ડુસ હોટલ ચોકમાં બ્રિજનું કામ પૂર્ણ થતાં જ તુરંત રોડની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ મિલકતો કપાતમાં આવશે
- કાર્યપાલક ઇજનેરની કચેરી, બ્રહ્મક્ષત્રિય વિદ્યાર્થી ભુવન અને આત્મીય કોલેજની મળી કુલ 1438 ચો.મી. જગ્યા
- કોર્પોરેશનના પાણીના ટાંકાની 142 ચો.મી. જગ્યા
- પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની 532 ચો.મી. ખુલ્લી જગ્યા
- નીલ દા ઢાબા રેસ્ટોરન્ટની 266 ચો.મી. ખુલ્લી જગ્યા
- M.G. હોસ્ટેલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીની મળી 183 ચો.મી. જગ્યા
- કેન્દ્રીય વિદ્યાલયની કુલ 707 ચો.મી. જગ્યા
- મ્યુનિ. સંચાલિત સ્વિમિંગપુલની 261 ચો.મી. જગ્યા
- ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પની 114 ચો.મી. જગ્યા
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
