Team Chabuk-National Desk: હરિયાણાના એક વ્યક્તિને અજાણી વ્યક્તિ સાથે વીડિયો કોલ કરવો ભારે પડી ગયો. આ વીડિયોકોલ તેને એક લાખ રૂપિયામાં પડ્યો. કુરુક્ષેત્ર પોલીસની સ્પેશિયલ ટીમે આ મુદ્દે એક આરોપીની ધરપકડ કરી છે.રાજસ્થાનના અક વ્યક્તિએ યુવતી બનીને હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતા એક વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલ દરમિયાન યુવકે સામેવાળી વ્યક્તિનો અશ્લિલ વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપી એક લાખ રૂપિયાની ખંડણી માગી.

પીડિત વ્યક્તિએ આ અંગેની જાણ કુરુક્ષેત્ર પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને તપાસના તાર છે રાજસ્થાન સુધી પહોંચ્યા હતા. સ્પેશિયલ સેલની ટીમે રાજસ્થાનમાંથી સમાન નામના આરોપીને ઝડપી લીધો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કુરુક્ષેત્રમા રહેતા એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકોએ તેને યુવતી બનીને મેસેજ કર્યા હતા અને તેની વાતોમાં તે આવી ગયા હતા અને ત્યારબાદ વીડિયો કોલ કરીને તેમાં પોર્ન ફિલ્મ બતાવી હતી. ફરિયાદને એવું લાગ્યું કે જેની સાથે તે વાત કરતો હતો તે યુવતી જ આવી હરકતો કરી રહી છે. આ સમયે ફરિયાદીને પણ કપડાં ઉતારવા માટે કહેવાયું. જ્યારે ફરિયાદીએ એવું કર્યું તો આરોપીએ તેનો વીડિયો બનાવી લીધો જેના આધારે આરોપીઓ તેને બ્લેકમેઈલ કરવા લાગ્યા અને ખંડણી પણ માગી.

આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે, જો તે એક લાખ રૂપિયા નહીં આપે તો તે તેનો આ વીડિયો વાયરલ કરી દેશે. જો કે, આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા આરોપીને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત પોલીસે લોકોને અપીલ કરી હતી કે, આવા પ્રકારના ગુનાઓથી બચવ માટે સોશિયલ મીડિયા પર અજાણી યુવતીઓ સાથે વિચારીને મિત્રતા કેળવવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત